ટીમ ઈન્ડિયા પર BCCIનો કડક નિર્ણય: નો ફેમિલી
T20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓને પરિવાર સાથે રાખવાની મંજૂરી નહીં

BCCI વર્લ્ડ કપ

BCCI વર્લ્ડ કપ
ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ 2026માં વિજયી શરૂઆત કરી છે, પરંતુ મેદાનની બહાર ખેલાડીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ કે સપોર્ટ સ્ટાફને તેમના પરિવારને સાથે રાખવાની પરવાનગી આપવામાં આવશે નહીં. બોર્ડનો આ નિર્ણય ખેલાડીઓનું ધ્યાન માત્ર રમત પર કેન્દ્રિત કરવા માટે લેવામાં આવ્યો છે.
ખેલાડીઓની માંગણી ફગાવાઈ :
ટીમ મેનેજમેન્ટ અને કેટલાક સિનિયર ખેલાડીઓએ એવી રજૂઆત કરી હતી કે લાંબી ટુર્નામેન્ટના દબાણને હળવું કરવા માટે પત્ની અથવા પાર્ટનરની હાજરી માનસિક રીતે મદદરૂપ થાય છે. જોકે, BCCI એ આ દલીલને ફગાવી દેતા જણાવ્યું હતું કે વર્લ્ડ કપ જેવી મહત્વની ઈવેન્ટમાં ખેલાડીઓએ સો ટકા ફોકસ મેદાન પર જ રાખવું જોઈએ. પરિવારની હાજરીથી ધ્યાન ભટકી શકે તેવી ભીતિ બોર્ડે વ્યક્ત કરી છે.
ખર્ચ અને વ્યવસ્થાની જવાબદારી ખેલાડીઓની :
બોર્ડે એ પણ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ખેલાડી પોતાના ખર્ચે પરિવારને લાવવા ઈચ્છે તો તેણે અલગ હોટલમાં ખાનગી વ્યવસ્થા કરવી પડશે. ટીમની સત્તાવાર હોટલ કે પ્રવાસ યોજનામાં પરિવારના સભ્યોને સ્થાન મળશે નહીં. આ માટેનો તમામ ખર્ચ અને લોજિસ્ટિક્સની જવાબદારી ખેલાડીએ વ્યક્તિગત રીતે ઉઠાવવાની રહેશે અને તેમાં બોર્ડની કોઈ ભૂમિકા નહીં હોય.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ કડકાઈ વધી :
તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં મળેલી હાર બાદ BCCI શિસ્તના મુદ્દે વધુ ગંભીર બન્યું છે. બોર્ડનું માનવું છે કે વિદેશી પ્રવાસોમાં શિસ્ત અને એકાગ્રતા જાળવવી જરૂરી છે. વર્તમાન નિયમો મુજબ, જો કોઈ પ્રવાસ 45 દિવસથી વધુનો હોય તો જ મર્યાદિત સમય માટે પરિવારને સાથે રાખવાની છૂટ મળે છે. T20 વર્લ્ડ કપનો સમયગાળો આ માપદંડમાં ન આવતો હોવાથી નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.