T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશ ટીમ પર પ્રતિબંધનો ખતરો
ભારત પ્રવાસનો ઇનકાર કરનાર બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને વર્લ્ડ કપમાં મળી શકે છે એન્ટ્રી

બાંગ્લાદેશ ટીમ

બાંગ્લાદેશ ટીમ
વર્ષ 2026 માં યોજાનારા T20 વર્લ્ડ કપ પૂર્વે ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશના સહભાગી થવા પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ મામલે કડક વલણ અપનાવતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને અંતિમ ચેતવણી આપી દીધી છે.
21 જાન્યુઆરીની ડેડલાઇન :
તાજેતરના અહેવાલો મુજબ, આઈસીસીએ બાંગ્લાદેશને ભારત પ્રવાસ માટે સંમતિ આપવા માટે 21 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. જો નિયત સમય મર્યાદામાં બાંગ્લાદેશ ભારત આવવા તૈયાર નહીં થાય, તો તેમને વર્લ્ડ કપમાંથી બાકાત કરવામાં આવશે. આવી સ્થિતિમાં રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવતી સ્કોટલેન્ડની ટીમને વર્લ્ડ કપમાં રમવાની તક મળી શકે છે.
સુરક્ષાના નામે મેચ ખસેડવાની માંગ :
બાંગ્લાદેશે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારતની મુલાકાત લેવાનો ઇનકાર કર્યો છે. ઢાકામાં યોજાયેલી બેઠક દરમિયાન બીસીબીએ તેમની તમામ ગ્રુપ મેચો ભારતથી ખસેડીને શ્રીલંકા લઈ જવાની માંગ કરી હતી. જોકે, આઈસીસીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સરકાર દ્વારા ખેલાડીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા છે અને કોઈ વિશિષ્ટ ખતરો જણાતો નથી. આ ઉપરાંત આયર્લેન્ડ સાથે ગ્રુપ બદલવાની બાંગ્લાદેશની વિનંતી પણ ફગાવી દેવામાં આવી છે.
મુસ્તફિઝુર રહેમાન અને આઈપીએલ કનેક્શન :
આ વિવાદમાં આઈપીએલનો મુદ્દો પણ ગાજ્યો છે. બીસીસીઆઈએ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને તેમના સ્ટાર બોલર મુસ્તફિઝુર રહેમાનને મુક્ત કરવા માટે સૂચના આપી હોવાના સમાચાર છે. જોકે આ માટે કોઈ સત્તાવાર કારણ અપાયું નથી, પરંતુ સરહદી તણાવ અને બદલાતી પરિસ્થિતિઓને તેની પાછળનું કારણ માનવામાં આવે છે.
બોર્ડ અને ખેલાડીઓ વચ્ચે ઘર્ષણ :
બાંગ્લાદેશી ટીમમાં માત્ર બહાર જ નહીં પણ અંદર પણ વિવાદ ચાલી રહ્યો છે. બોર્ડના સત્તાધીશોએ જ્યારે વર્લ્ડ કપમાં ભાગ ન લેવા અંગે નિવેદન આપ્યું, ત્યારે ખેલાડીઓએ વળતરના મુદ્દે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી. જોકે, હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ 7 ફેબ્રુઆરીથી શરૂ થતા તેમના શિડ્યુલ પર હજુ પણ લટકતી તલવાર છે. બાંગ્લાદેશની ત્રણ મેચ કોલકાતામાં અને એક મેચ મુંબઈમાં નિર્ધારિત છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત