બાંગ્લાદેશ વર્લ્ડકપમાંથી આઉટ, પાકિસ્તાનની ધમકી
ભારત આવવાની જીદ બાંગ્લાદેશને ભારે પડી, સ્કોટલેન્ડની એન્ટ્રી

પાકિસ્તાન ટીમ

પાકિસ્તાન ટીમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક ઐતિહાસિક અને કડક નિર્ણય લેતા બાંગ્લાદેશને T20 વર્લ્ડકપ 2026 માંથી બહાર કરી દીધું છે. ભારતમાં રમવાનો ઇનકાર કરનાર બાંગ્લાદેશની જગ્યાએ હવે સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના પેટમાં તેલ રેડાયું છે અને તેણે ICC ને ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આપી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો વિરોધ અને ધમકી :
PCB ચેરમેન મોહસિન નકવીએ આ મામલે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું છે કે બાંગ્લાદેશ સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે ICC પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો છે. નકવીએ વધુમાં ઉમેર્યું કે જો સ્થિતિ આવી જ રહેશે તો પાકિસ્તાન સરકાર આ મામલે અંતિમ નિર્ણય લેશે અને જરૂર પડ્યે પાકિસ્તાન ICC નો બહિષ્કાર કરતા પણ અચકાશે નહીં. તેમની પાસે વિવિધ વૈકલ્પિક પ્લાન તૈયાર હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.
શા માટે બાંગ્લાદેશને બહાર કરવામાં આવ્યું ?
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સુરક્ષાના બહાને પોતાની ટીમને ભારત મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમની માંગ હતી કે પાકિસ્તાનની જેમ તેમની મેચો પણ શ્રીલંકામાં યોજવામાં આવે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું હતું કે યજમાન દેશ સાથેના કરાર અને છેલ્લી ઘડીએ વ્યવસ્થા બદલવી અશક્ય છે. બોર્ડની મીટિંગમાં 14-2 ના બહુમતથી બાંગ્લાદેશની માંગ ફગાવી દેવામાં આવી હતી. પરિણામે, હવે ગ્રુપ-C માં બાંગ્લાદેશને બદલે સ્કોટલેન્ડની એન્ટ્રી થઈ છે, જ્યાં તેનો સામનો ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી ટીમો સાથે થશે.
વિવાદનું મૂળ: IPL અને સુરક્ષાના બહાના
જાણકારોના મતે આ વિવાદનું મૂળ આઈપીએલ (IPL) સાથે જોડાયેલું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ થયેલી હિંસાને કારણે ભારતમાં બાંગ્લાદેશી ખેલાડી મુસ્તફિઝુર રહેમાનનો વિરોધ થયો હતો અને તેને ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી બાંગ્લાદેશી બોર્ડ રોષે ભરાયેલું હતું. જોકે, ભારતનો સુરક્ષા અંગેનો રેકોર્ડ વિશ્વભરમાં શ્રેષ્ઠ હોવા છતાં બાંગ્લાદેશે કરેલો જીદભર્યો નિર્ણય આખરે તેને જ ભારે પડ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.