એશિયા કપ વિવાદનો અંત: નકવીએ ટ્રોફી છોડી
ભારે ટીકા બાદ PCB ચીફ મોહસિન નકવી નમ્યા, ટ્રોફી UAE બોર્ડને સોંપાઈ

ભારત સામે નકવીએ નમતુ મુકવુ પડ્યું

ભારત સામે નકવીએ નમતુ મુકવુ પડ્યું
એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતની જીત બાદ સર્જાયેલો ટ્રૉફી વિવાદ આખરે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. પાકિસ્તાન સરકારના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ટીકા થતાં અંતે તેઓએ નમતું મૂક્યું છે. અહેવાલો મુજબ, નકવીએ વિવાદિત ટ્રૉફી યુએઈ ક્રિકેટ બોર્ડને સોંપી દીધી છે, જે ટૂંક સમયમાં ભારતને ટ્રૉફી અને મેડલ સુપરત કરશે.
BCCI અને નકવી વચ્ચે ઉગ્ર બોલાચાલીટ્રૉફી વિવાદના ઉકેલ માટે આજે (વર્ચ્યુઅલી) યોજાયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં BCCI અને નકવી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં રાજીવ શુક્લા અને આશિષ શેલાર ભારતીય પ્રતિનિધિ તરીકે હાજર હતા.
BCCIએ સ્પષ્ટપણે દાવો કર્યો હતો કે, નકવીએ પોતાના પદનો દુરૂપયોગ કર્યો છે અને રમતના માપદંડોનું અપમાન કર્યું છે. BCCIના અધિકારીઓએ સખ્ત શબ્દોમાં કહ્યું હતું કે, "આ ACCની ટ્રૉફી છે, કોઈ વ્યક્તિગત જાગીર નથી, અને તેને વિજેતા ટીમને સોંપી દેવી જોઈએ."
નકવીની જીદ અને અંતિમ શરતયાદ રહે, આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે ટીમ ઇન્ડિયાએ ફાઇનલ જીત્યા બાદ રાજકીય તણાવના પગલે ACC ચીફ મોહસિન નકવીના હસ્તે ટ્રૉફી લેવાનો ઇન્કાર કર્યો હતો. આનાથી ગુસ્સે ભરાયેલા નકવી ટ્રૉફી અને મેડલ લઈને મેદાન છોડી ગયા હતા.
જોકે, BCCIના દબાણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી આકરી ટીકા બાદ નકવીએ નમતું મૂક્યું છે. તેમ છતાં, તેઓએ આ વિવાદ માટે ઔપચારિક માફી માંગી નથી. બેઠકમાં પણ નકવી પોતાની શરત પર અડગ રહ્યા હતા કે, "સૂર્યકુમાર યાદવ દુબઈ આવીને ટ્રૉફી લઈ જાય." જોકે, BCCIની કડક રજૂઆત બાદ આખરે ટ્રૉફી યુએઈ બોર્ડને સોંપવાનો નિર્ણય લેવાયો છે. હવે વિજેતા ટીમ ભારત પાસે ટ્રૉફી ક્યારે પહોંચશે, તેની સ્પષ્ટતા ટૂંક સમયમાં યુએઈ બોર્ડ દ્વારા કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.

કેટલાક ખેલાડીઓની કિટ હજુ બાકી હતી અને નાગોયામાં રહેવાની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા

Asian Games 2026માં ભારતીય ટેકબોલ ખેલાડી ક્વિન્સી ડિસોઝાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ રચ્યો. 7 વખતની નેશનલ ચેમ્પિયન ક્વિન્સીની 5 મોટી સિદ્ધિઓ, વર્લ્ડ રેન્કિંગ અને બ્રોન્ઝ મેડલની લડત વિશે જાણો.