Ahmedabad Polo Tounrnament 2026
અમદાવાદ ‘રોયલ’ બન્યું: ‘ગેમ ઓફ કિંગ્સ’- પોલોની રમત સાથે શહેરમાં 3 દિવસનો શાનદાર જશ્ન!

Ahmedabad Polo Tounrnament

Ahmedabad Polo Tounrnament
મિત્રો, શિયાળાની ગુલાબી ઠંડીમાં નવા વર્ષ 2026ની શરૂઆત કંઈક અલગ અને ધમાકેદાર અંદાજમાં કરવી છે?
તો કેલેન્ડરમાં તારીખ નોંધી લેજો! 2થી 4 જાન્યુઆરી દરમિયાન અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલ ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે ‘અમદાવાદ પોલો ટૂર્નામેન્ટ’ની પહેલી સીઝન ધૂમ મચાવવા આવી રહી છે. અમદાવાદ હવે એક શાહી પરિવર્તન માટે તૈયાર છે. વર્ષોથી માત્ર વાર્તાઓમાં સાંભળેલો ‘શાહી ખેલ’ રોમાંચનું એક એવું પેકેજ હવે તમારી આંખોની સામે રમાશે. આ માત્ર એક રમત નથી, પણ સંસ્કૃતિ, ગ્લેમર અને સાહસનું અદભૂત મિશ્રણ છે.
અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત આ ટૂર્નામેન્ટમાં 8 ટીમ છે અને સ્ટાર પાવર આ ટૂર્નામેન્ટમાં પુરુષોની 6 અને મહિલાઓની 2 ટીમો મેદાનમાં ઉતરશે. અદાણી આર્ચર્સથી લઈને જિંદાલ પેન્થર્સ સુધીની ટીમો જીત માટે ટકરાશે. ખાસ વાત એ છે કે 30થી વધુ ખેલાડીઓમાંથી 25 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવે છે, જેમાં ભારતના પૂર્વ કેપ્ટન ધ્રુવ પાલ ગોદારાનું નામ પણ સામેલ છે.
ગુજરાતના પ્રોફેશનલ પોલો પ્લેયર જયવીરસિંહ ગોહિલ આ રમતને ગુજરાતના દરેક યુવાન સુધી પહોંચાડવા માટે ઉત્સાહિત છે. મહિલા ટીમમાં ગુજરાતની મહિલા ખેલાડી મિલી જોશી શેઠ પણ સામેલ થવાના છે.
રમત સાથે મનોરંજનનો તડકો ટૂર્નામેન્ટની શરૂઆત કોઈ બોલિવૂડ બ્લોકબસ્ટરથી ઓછી નહીં હોય. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ ભવ્ય ટ્રોફીનું અનાવરણ કરશે. ઓપનિંગ સેરેમનીમાં 80 ડાન્સર્સ, ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’ ફેમ વોરિયર સ્ક્વોડ અને વી-અનબીટેબલ ગ્રુપના કરતબ જોવા મળશે. સાંજના સમયે લાઈટિંગ સાથેનો હોર્સ પરેડ અને મધ્ય આકાશમાં આતશબાજી અમદાવાદની સાંજને ‘મેજિકલ’ બનાવી દેશે.
કેમ આ ટૂર્નામેન્ટ ખાસ છે?
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તા અને સંજય પલાડિયાનું વિઝન અમદાવાદને પશ્ચિમ ભારતનું ‘પોલો હબ’ બનાવવાનું છે. અત્યાર સુધી જે રમત માત્ર હાઈ-સોસાયટી પૂરતી મર્યાદિત મનાતી હતી, તેને હવે સામાન્ય શહેરીજનો અને યુવા વર્ગ માટે એક ફેમિલી આઉટિંગ અને સ્પોર્ટ્સ એક્સપિરિયન્સ તરીકે રજૂ કરવામાં આવી રહી છે.
પરંપરા અને આધુનિકતાના આ અદભૂત સંગમ સાથે અમદાવાદ ફરી એકવાર ‘કિંગ ઓફ ગેમ્સ’ના દબદબા સાથે ગુંજી ઉઠશે.
જો તમે રમતગમતના શોખીન હોવ અથવા કંઈક નવું અનુભવવા માંગતા હોવ, તો આ રોયલ ઇવેન્ટ મિસ કરવા જેવી નથી. તો ચાલો, શાહી ઠાઠ સાથે નવા વર્ષનું સ્વાગત કરીએ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.