'કિંગ ઓફ ગેમ્સ' પોલોનું અમદાવાદમાં ભવ્ય ફિનાલે!
ગોલ્ડન ગોલ સાથે રોમાંચક ફાઈનલમાં મેફેર પોલોને હરાવી; 'કિંગ ઓફ ગેમ્સ' પોલોનો શાનદાર કમબેક

પોલોનું અમદાવાદમાં ભવ્ય ફિનાલે

પોલોનું અમદાવાદમાં ભવ્ય ફિનાલે
ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી પોલો ઈવેન્ટ ‘અમદાવાદ પોલો ટુર્નામેન્ટ’ રવિવારે રાત્રે તેના ભવ્ય અને રોમાંચક ફિનાલે સાથે સંપન્ન થઈ છે. અમદાવાદીઓએ પોતાના ઘર આંગણે રોયલ ગેમ નિહાળીને આણંદ માણ્યો.
શેલા સ્થિત ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી આ ટુર્નામેન્ટે ન માત્ર રમતગમત પ્રેમીઓને આકર્ષ્યા, પરંતુ ગુજરાતમાં ‘ધી કિંગ ઓફ ગેમ્સ’ તરીકે ઓળખાતી પોલો રમતના પુનરુત્થાનનો મજબૂત પાયો પણ નાખ્યો છે. પોલોને ખેલાડીઓ માટે નવા દર્શક માટે અને ખાસ કરીને આ યુવા પેઢી આકર્ષાય તે ઈરાદાથી આ ખેલનો મેદાનમાં મજબૂત કમબેક કરાયો.
ટુર્નામેન્ટની સૌથી આકર્ષક એવી પુરુષોની ફાઈનલ મેચ મેફેર પોલો અને પુણે વોરિયર્સ વચ્ચે રમાઈ હતી. નિયમિત સમયના અંતે બંને ટીમો 7-7ના સ્કોર સાથે ટાઈ પર હતી. જોકે, વધારાના સમયમાં પુણે વોરિયર્સના લાન્સ વૉટસને શાનદાર ‘ગોલ્ડન ગોલ’ ફટકારીને પોતાની ટીમને 8-7થી ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. લાન્સ વૉટસને આખી મેચમાં કુલ 7 ગોલ કરીને મેદાન ગજવ્યું હતું.
મહિલા શક્તિનો દબદબો:
ફિનાલેના દિવસે મહિલા ટીમો વચ્ચેનો મુકાબલો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. લાયન્સ ડેન લિજેન્ડ્સ અને એપોલો એવિએટર્સ વચ્ચે રમાયેલી મેચમાં લાયન્સ ડેન લિજેન્ડ્સે 4- 3થી નજીવી જીત મેળવી હતી. વિજેતા ટીમ તરફથી ડો. શિવાંગી જયસિંઘે 3 ગોલ કરીને ટીમને જીત તરફ દોરી હતી, જ્યારે એપોલો એવિએટર્સ વતી સંજુલા માનના 3 ગોલ એળે ગયા હતા.
ગ્લેમરસ ક્લોઝિંગ સેરેમની:
અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ટ્રોન એક્ટ, સાંસ્કૃતિક નૃત્યો અને ઘોડેસવારીના કૌશલ્ય પ્રદર્શને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તા અને સંજય પાલડિયાએ જણાવ્યું હતું કે, આ ટુર્નામેન્ટને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ સાબિત કરે છે કે અમદાવાદ આંતરરાષ્ટ્રીય સ્તરની પોલો ટુર્નામેન્ટના આયોજન માટે સક્ષમ છે. ઇનામ વિતરણ અને ભવ્ય આતશબાજી સાથે આ ત્રણ દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલની પૂર્ણાહુતિ થઈ હતી.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત