શું છે વોટ્સએપનું આ નવું રિમાઇન્ડર ફીચર?
હવે વોટ્સએપ પર ખાસ મેસેજ માટે રિમાઇન્ડર સેટ કરી શકાશે.
વોટ્સએપ રિમાઈન્ડર
વોટ્સએપ રિમાઈન્ડર
વોટ્સએપમાં આઈફોન યુઝર્સ માટે એક નવું અને અત્યંત ઉપયોગી ફીચર લોન્ચ કર્યું છે. તેનું નામ વોટ્સએપે મેસેજ રિમાઈન્ડર છે. આ ફીચર વોટ્સએપના લેટેસ્ટ વર્ઝન 25.25.74નો એક ભાગ છે અને તેનાથી યુઝર્સ કોઈપણ ચોક્કસ મેસેજ માટે રિમાઈન્ડર સેટ કરી શકે છે, જેથી કોઈ મહત્ત્વની વાત કે કામ ભૂલી ન જવાય. અત્યાર સુધી યુઝર્સ જરૂરી મેસેજ યાદ રાખવા માટે સ્ક્રીનશોટ લેતા હતા અથવા તેને ‘સ્ટાર’ કરીને સેવ કરતા હતા. પરંતુ, હવે આ નવા રિમાઈન્ડર ફીચરને કારણે યુઝર્સ સીધા જ એપ્લિકેશનમાં રિમાઈન્ડર મૂકી શકે છે, જેનાથી કોઈ પણ જરૂરી માહિતી ચૂકી શકાશે નહિ.
ઓફિસથી અંગત જીવનના કાર્યોમાં મદદરૂપ
આ ફીચર ખાસ કરીને એવા સંજોગોમાં ખૂબ કામ આવે છે જ્યાં સમયસર કોઈ કામ કરવું જરૂરી હોય, જેમ કે ઓફિસથી નીકળતી વખતે કોઈ કામ યાદ રાખવું, મીટિંગનો સમય યાદ રાખવો, કે પછી ટ્રાવેલ પ્લાનિંગ જેવી બાબતો. આ ફીચરનો ઉપયોગ કરવાથી ઓફિસના કામકાજથી લઈને અંગત જીવનના કાર્યો સુધીની દરેક બાબતોને સરળતાથી યાદ રાખી શકાય છે.
રિમાઈન્ડર સેટ કરવાની સરળ રીત
આ નવા ફીચરનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને તે યુઝરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. રિમાઈન્ડર સેટ કરવા માટે, સૌથી પહેલા તમારે વોટ્સએપ ઓપન કરવું પડશે. પછી, જે મેસેજ માટે રિમાઈન્ડર સેટ કરવું હોય, તેના પર લાંબો સમય સુધી પ્રેસ કરો. આવું કરવાથી એક પોપ-અપ મેનૂ ખુલશે. આ મેનૂમાં, તમારે ‘More’ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર બાદ ‘Remind Me’ પર ક્લિક કરવું.
આ પણ વાંચો: વોટ્સએપમાં આવી રહ્યું છે આ ફીચર, તમને ખબર છે કે...
કસ્ટમ ઓપ્શન પણ ઉપલબ્ધ
આ ફીચર તમને ડિફોલ્ટ રૂપે 2 કલાક, 8 કલાક, અથવા 24 કલાક જેવા વિકલ્પો આપશે. આ ઉપરાંત, જો તમારે તમારી પસંદગીનો દિવસ અને સમય નક્કી કરવો હોય, તો તે માટે કસ્ટમ ઓપ્શન પણ ઉપલબ્ધ છે. આ રીતે, તમે તમારી અનુકૂળતા મુજબ કોઈપણ સમયે રિમાઈન્ડર સેટ કરી શકો છો. આ WhatsApp Message Reminder તમારી દૈનિક કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.
રિમાઇન્ડરને રદ્દ પણ કરી શકાશે
એકવાર રિમાઇન્ડર સેટ કર્યા પછી તેનો અર્થ એ નથી કે, તેને બદલી કે રદ્દ કરી શકાતું નથી. વોટ્સએપે યુઝર્સને સેટ કરેલા રિમાઈન્ડરને સરળતાથી કેન્સલ કરવાનો પણ વિકલ્પ આપ્યો છે. જ્યારે તમે કોઈ મેસેજ માટે રિમાઈન્ડર સેટ કરશો, ત્યારે તે મેસેજ પર એક નાનકડું બેલ આઈકન દેખાશે. જો તમે આ રિમાઇન્ડર રદ કરવા માંગતા હો, તો ફરીથી તે મેસેજ પર લાંબો સમય પ્રેસ કરો.
આયોજન રદ્દ થાય તો પણ ચિંતા નહિ
મેનૂ ખુલ્યા બાદ, ‘More’ ઓપ્શન પર જઈને ‘Cancel Reminder’ પર ક્લિક કરો. આ ફીચર ગ્રુપ કોલ, મીટિંગ કે અન્ય કોઈ આયોજન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. અને જો કોઈ કારણસર તે આયોજન રદ્દ થાય, તો તમે સરળતાથી તેનું WhatsApp Message Reminder પણ કેન્સલ કરી શકો છો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

PC Slow કે Hang થાય છે? Windows Defenderથી Virus અને Malware કેવી રીતે શોધવા, Full Scan અને Offline Scan ક્યારે કરવું અને PCને સુરક્ષિત રાખવાની રીત જાણો.

Android અને iPhoneમાં સ્કેમ કોલ, ફેક મેસેજ અને OTP ફ્રોડથી બચવા માટેના ખાસ Safety Features વિશે જાણો.

WhatsApp Storage Fullથી પરેશાન છો? WhatsAppના Manage Storage ટૂલથી મોટી અને બિનજરૂરી ફાઇલો ડિલીટ કરી મિનિટોમાં ફોનની જગ્યા ખાલી કરો.