રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો નવો દાવ
મલ્લિકાર્જુન ખડગેનું પદ બચાવવા માટે ઉદ્ધવ ઠાકરેનું સમર્થન મેળવવા કોંગ્રેસની રાજકીય કવાયત

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ખાલી પડનારી એક બેઠકને લઈને મહા વિકાસ આઘાડી(MVA)માં રાજકીય હલચલ તેજ થઈ છે. રાજ્યસભાની ચૂંટણી મામલે કોંગ્રેસે સક્રિય થઈને સોગઠાં ગોઠવવાનું શરૂ કર્યુ છે. આ વખતે રાજ્યસભાની ચૂંટણી મહારાષ્ટ્ર માટે પ્રતિષ્ઠાનો જંગ બને તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ખાલી થઈ રહેલી એક બેઠક પર કોંગ્રેસે દાવો રજૂ કર્યો છે. ઉદ્ધવ ઠાકરે પાસે કોંગ્રેસે સમર્થન માંગ્યું છે. રાજ્યસભામાં કોંગ્રેસના 'વિરોધ પક્ષના નેતા'નું પદ બચાવવા માટે કોંગ્રેસની રાજકીય અને ટેકનિકલ મજબૂરી પણ છે.
રાજ્યસભાના નિયમ મુજબ વિરોધ પક્ષના નેતાનું પદ જાળવી રાખવા માટે કોઈપણ પક્ષ પાસે ગૃહની કુલ સભ્ય સંખ્યાના ઓછામાં ઓછા 10 ટકા સભ્યો હોવા ફરજિયાત છે. રાજ્યસભામાં કુલ કુલ સભ્ય સંખ્યા 245 છે એટલે 25 સભ્યો હોવા જરૂરી છે.
કોંગ્રેસ માટે ચિંતાજનક બાબત એ છે કે, રાજ્યસભાની 72 બેઠકો પર યોજાનારી ચૂંટણી પછી કોંગ્રેસની સભ્ય સંખ્યા 25થી નીચે જવાનો ભય છે. જૂન મહિનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. કોંગ્રેસ પૂરતી બેઠકો જીતી ન શકે તો ગૃહમાં વિરોધ પક્ષના નેતાનો સત્તાવાર દરજ્જો ગુમાવી શકે તેમ છે.
મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસના સાંસદ રજની પાટીલનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત અભિષેક મનુ સિંઘવી, ફૂલોદેવી નેતામ અને કે. ટી. એસ. તુલસી જેવા દિગ્ગજોનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રની એક બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી પ્રસ્તાવ મૂક્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે, ઉદ્ધવ ઠાકરે રાજ્યસભા બેઠક કોંગ્રેસને આપે તો બદલામાં વિધાન પરિષદ(MLC)ની ખાલી પડનારી બેઠક કોંગ્રેસ તેમને આપવા તૈયાર છે. ચેન્નીથલાનો તર્ક છે કે તેનાથી રાષ્ટ્રીય સ્તરે ઇન્ડિયા ગઠબંધન મજબૂત થશે અને મલ્લિકાર્જુન ખડગેનું પદ સુરક્ષિત રહેશે.
વર્ષ 2026માં ત્રણ તબક્કામાં રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. 16 માર્ચ 2026ના રોજ 37 બેઠકો માટે ચૂંટણી યોજાશે. જ્યારે 24 જૂન 2026ના રોજ 24 બેઠકોનો કાર્યકાળ પૂર્ણ થશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે 11 નવેમ્બર 2026ના રોજ 11 બેઠકોનો કાર્યકાળ પૂર્ણ થશે.
કોંગ્રેસ આ તબક્કાઓમાં પોતાની સંખ્યા 25થી ઉપર જાળવી રાખવામાં નિષ્ફળ રહે તો ટેકનિકલ રીતે મોટો ફટકો પડવાની શક્યતા છે. તેવા સમયે હવે સૌની નજર શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પર છે કે તેઓ આ કટોકટીમાં કોંગ્રેસનો સાથ આપે છે કે પછી ગઠબંધનમાં નવા વિવાદ સર્જે છે.
16 માર્ચે રાજ્યસભાની 37 બેઠકો માટે ચૂંટણી
ચૂંટણી પંચે 10 રાજ્યોમાં 37 બેઠકો માટે 16 માર્ચના રોજ ચૂંટણી જાહેર કરી છે. જેમાં 25 બેઠકો વિપક્ષ પાસે અને 12 બેઠકો NDA પાસે છે. મહારાષ્ટ્રમાં 7, તમિલનાડુમાં 6, પશ્ચિમ બંગાળ અને બિહારમાં 5-5, ઓડિશામાં 4, અસમમાં 3, છત્તીસગઢ, તેલંગાણા અને હરિયાણામાં 2-2-2 તેમજ હિમાચલ પ્રદેશમાં 1 બેઠક માટે ચૂંટણી યોજાશે. મતદાન 16 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. મતગણતરી તે જ દિવસે સાંજે 5 વાગ્યે શરૂ થશે.
રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે કરાય છે?
રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતા ઘણી અલગ છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે. એટલે કે તેઓ ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે, જનતા દ્વારા નહીં. રાજ્યસભા કાયમી ગૃહ હોવાથી અને તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે. તેથી દર બે વર્ષે ચૂંટણી યોજાય છે. રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે. તેમાંથી 233 પરોક્ષ રીતે ચૂંટાય છે અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થાય છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે જરૂરી મતોની સંખ્યા પૂર્વ નિર્ધારિત છે. મતોની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યાના આધારે ગણવામાં આવે છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 છે.
મહારાષ્ટ્રની 7 બેઠકોના ઉદાહરણનો ઉપયોગ કરી રાજ્યસભા ચૂંટણી સમજીએ
રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને ચોક્કસ સંખ્યામાં મતોની જરૂર હોય છે. જેને વિજેતા ક્વોટા કહેવાય છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 ધારાસભ્યો છે. જ્યારે 7 ખાલી બેઠકો ખાલી છે. કુલ ધારાસભ્યોની સંખ્યા x 100 /(રાજ્યસભા બેઠકો + 1) = +1 288X100/(7+1)= +1 28800/8= +1 3600= +1 3601 એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 હોવાથી મહારાષ્ટ્રમાં એક રાજ્યસભા બેઠક જીતવા માટે ઓછામાં ઓછા 36 ધારાસભ્યોની જરૂર પડે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.