ગાંધીનગરમાં કેબિનેટ બેઠકને લઈ રાજકીય અટકળો તેજ!
બુધવારના બદલે મંગળવારે સાંજે કેબિનેટની બેઠક રાખવામાં આવતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા
PM સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી હતી દોઢ કલાક મેરેથોન બેઠક
PM સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી હતી દોઢ કલાક મેરેથોન બેઠક
સામાન્ય રીતે રાજ્ય મંત્રીમંડળ (કેબિનેટ)ની બેઠક બુધવારે થતી હોય છે. પરંતુ આજે સાંજે પાંચ વાગ્યે કેબિનેટ બેઠકનું આયોજન કરાતાં રાજકીય અટકળો તેજ બની છે. વડાપ્રધાનની બે દિવસીય મુલાકાતને લઈ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે અચાનક સાંજે કેબિનેટ બેઠક બોલાવતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે મોડી સાંજે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દોઢ કલાક સુધી મેરેથોન બેઠક કરી હતી.
આજે(26 ઓગષ્ટ) સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળનાર છે. કેબિનેટની બેઠકને લઈ સચિવાલય અને રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. મંત્રીમંડળના વિસ્તરણની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહત્વપૂર્ણ નવું રાજકીય ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. આવતીકાલે ગણેશ ચતુર્થીની રજા હોવાથી આજે સાંજે કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે, વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની બેઠકને લઈ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, કેટલાક મંત્રીઓ માટે આ કેબિનેટ બેઠક છેલ્લી સાબિત થઈ શકે તેમ છે. કારણકે પાંચથી છ મંત્રીઓ પડતા મૂકાય તેવી શક્યતા છે. રાજ્યના 17 મંત્રીઓ પૈકી 10 થી 11 મંત્રીની કામગીરી સંતોષકારક નહી હોવાના કારણે સરકારની નાલેશી થઈ રહી છે. ભાજપ સરકાર વિકાસ કામો આગળ ધપાવી રહી હોવા છતાં તેનું આઉટપુટ નહી મળતાં નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેના કારણે મોવડી મંડળે કેટલાક મંત્રીઓને પડતાં મૂકવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે નિકોલની જાહેરસભા પૂર્ણ કરીને રાજભવન પહોંચ્યા હતાં. ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે વડાપ્રધાને કરી અંદાજે દોઢ કલાક બેઠક કરી હતી. વડાપ્રધાન સાથેની બેઠક બાદ રાજકીય વર્તુળોમાં પ્રદેશ પ્રમુખની વરણી અને મંત્રીમંડળના વિસ્તરણને લઈ અટકળો તેજ બની છે. તેવામાં આજે સાંજે અચાનક કેબિનેટ બેઠકનું આયોજન કરાતાં અટકળોને વેગ મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજભવનમાં કરેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયા અને એસ.એસ. રાઠોડ, અધિક મુખ્ય સચિવ મનોજ દાસ અને અવંતિકાસિંહ જોડાયા હતા. સાબરમતી ગાંધી આશ્રમ, ધોલેરા સર તેમજ લોથલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લગતા મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વડાપ્રધાને ગાંધી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ, ધોલેરા સરમાં આકાર પામતા એરપોર્ટ તથા લોથલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કામોની પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.