PM મોદીની ડિગ્રી જાહેર નહી કરાયઃ દિલ્હી હાઈકોર્ટ
સ્નાતકની ડિગ્રીની માહિતી જાહેર કરવા કેન્દ્રીય માહિતી આયોગની મંજૂરી રદ કરવામાં આવી
દિલ્હી યુનિવર્સિટીમાં વર્ષ 1978ના BAના વિદ્યાર્થીઓની માહિતી જાહેર કરવા મંજૂરી આપી હતી
દિલ્હી યુનિવર્સિટીમાં વર્ષ 1978ના BAના વિદ્યાર્થીઓની માહિતી જાહેર કરવા મંજૂરી આપી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવા બાબતે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)નો આદેશ રદ કર્યો છે. ન્યાયાધીશ સચિન દત્તાએ સીઆઈસીએ કરેલાં આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટીની અરજી પર 27 ફેબ્રુઆરીએ આપેલા ચુકાદાને અનામત રાખ્યો છે. જો કે, વિગતવાર ચુકાદો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
કેન્દ્રીય માહિતી આયોગે વર્ષ 2016માં આરટીઆઈ કાર્યકર નીરજકુમાર સહિત આરટીઆઈ અરજદારોને દિલ્હી યુનિવર્સિટીમાં વર્ષ 1978 દરમિયાન અભ્યાસ કરી ચૂકેલા બેચલર ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓની માહિતીનું નિરીક્ષણ કરવા મંજૂરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બેચમાં બીએનો અભ્યાસ કર્યો હતો. સીઆઈસીના આદેશને દિલ્હી યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ અગાઉ જાન્યુઆરી, 2017ના રોજ હાઈકોર્ટે સીઆઈસીના આદેશ પર સ્ટે મૂક્યો હતો.
નીરજ નામના અરજદારે RTI અરજી કર્યા બાદ CIC એ 21 ડિસેમ્બર 2016 ના રોજ 1978 માં BA (બેચલર ઓફ આર્ટ્સ) પરીક્ષા પાસ કરનારા તમામ વિદ્યાર્થીઓના રેકોર્ડનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ પણ 1978 માં બેચલર ઓફ આર્ટસની પરીક્ષા પાસ કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે 23 જાન્યુઆરી 2017 ના રોજ CIC ના આદેશ પર સ્ટે મૂક્યો હતો. યુનિવર્સિટી તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે CIC ના આદેશને રદ કરવો જોઈએ. જોકે, મહેતાએ કોર્ટને એમ પણ કહ્યું હતું કે યુનિવર્સિટીને કોર્ટને તેના રેકોર્ડ બતાવવામાં કોઈ વાંધો નથી.
યુનિવર્સિટીએ CIC ના આદેશને પડકાર્યો હતો કે તે વિદ્યાર્થીઓની માહિતીને વિશ્વાસપાત્ર રીતે રાખે છે અને જાહેર હિતના અભાવે "માત્ર જિજ્ઞાસા" ના આધારે RTI કાયદા હેઠળ ખાનગી માહિતી મેળવવાનો કોઈ અધિકાર નથી.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી યુનિવર્સિટી તરફથી દલીલ કરી હતી કે, યુનિવર્સિટી પોતાના વિદ્યાર્થીઓની ડિગ્રી, માર્કસ, ઉત્તરવહીઓ સહિતની શૈક્ષણિક વિગતો કાયદા અને નીતિમત્તાના વિશ્વાસ સાથે પોતાની પાસે રેકોર્ડમાં રાખે છે. જેને ત્રીજા પક્ષની જિજ્ઞાસાના આધારે આરટીઆઈ એક્ટ હેઠળ જાહેર કરી શકાય નહીં. જેમાં આરટીઆઈ એક્ટ હેઠળ કોઈ જાહેર હિત પણ નથી. જ્યારે કલમ 8 (1) (ઈ) અને (જે) હેઠળ આ પ્રકારની વિગતોમાં જાહેર હિત ન હોય તો તેને જાહેર કરવામાંથી મુક્તિ મળે છે.
અગાઉ, RTI અરજદારોના વકીલે CIC ના આદેશનો બચાવ કર્યો હતો કે માહિતી અધિકાર (RTI) કાયદામાં વ્યાપક જાહેર હિતમાં PM મોદીની શૈક્ષણિક માહિતી જાણવાની જોગવાઈ છે. PM મોદી ઉપરાંત, દિલ્હી હાઈકોર્ટે સ્મૃતિ ઈરાની સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે CBSE ને RTI હેઠળ માહિતી પૂરી પાડવાનો નિર્દેશ આપતા આદેશને રદ કર્યો છે કે સ્મૃતિએ 1991 અને 1993 માં 10મા અને 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી કે નહીં.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.