નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી!
નાગપુર પોલીસ કંટ્રોલ રૂમના નંબર 112 પર અજાણ્યા વ્યક્તિએ ફોન દ્વારા આપી હતી ધમકી
ગડકરીના નિવાસસ્થાનની તપાસ કરાતા શંકાસ્પદ વસ્તુ મળી નહી, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ
ગડકરીના નિવાસસ્થાનની તપાસ કરાતા શંકાસ્પદ વસ્તુ મળી નહી, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના નાગપુર સ્થિત ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નાગપુર પોલીસના 112 નંબર પર ધમકીભર્યો ફોન આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમના ઘરની તપાસ કરી હતી.
નીતિન ગડકરીના વર્ધા રોડ સ્થિત નિવાસસ્થાન એનરિકો હાઇટ્સને રવિવારે સવારે 8:46 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. નાગપુર પોલીસ કંટ્રોલ રૂમના ઇમરજન્સી નંબર 112 પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન દ્વારા ધમકી આપી હતી.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. પ્રતાપનગર પોલીસ સ્ટેશનને જાણ કરી પોલીસ ગડકરીના નિવાસસ્થાને પહોંચી ઘરની તપાસ કરી હતી. જોકે, શોધખોળ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
ઝોન-1 ડીસીપી ઋષિકેશ રેડ્ડીના જણાવ્યા અનુસાર, પોલીસે અજાણ્યા નંબર ઉપરથી ફોન કરનાર સામે કેસ નોંધીને ફોન નંબર અને ફોન કરનારની શોધખોળ શરૂ કરી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાલમાં નાગપુરમાં હાજર છે. તેને ધ્યાનમાં રાખીને, પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. જ્યારે ધમકીની ઘટના અંગે સઘન તપાસ સઘન શરૂ કરી છે.
આ પહેલી વાર નથી જ્યારે આવી ધમકી મળી હોય. અગાઉ પણ VVIP હસ્તીઓ અને સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. 13 જુલાઈના રોજ, પોલીસે કેન્દ્રીય મંત્રી અને LJP (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરી હતી.
આરોપીએ ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આરોપીની ઓળખ બિહારના બેગુસરાય જિલ્લાના ભીધા ગામનો રહેવાસી મોહમ્મદ મેરાજ (21) તરીકે થઈ હતી.
આ ઉપરાંત, 26 જુલાઈના રોજ, મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.
--IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?