ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર
15 મનપા, 84 નગરપાલિકા, 34 જિ.પં., 260 તા.પં.માં ચૂંટણી, 26 એપ્રિલે મતદાન, 28એ મત ગણતરી

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 13 નગરપાલિકાના વોર્ડની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે. જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતે ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરવામાં આવશે.
કેટલી સંસ્થાઓમાં ચૂંટણી યોજાશે?
જૂનાગઢ અને ગાંધીનગર સિવાયની 15 મહાનગરપાલિકા, 33 જૂની અને વાવ-થરાદની નવી જિલ્લા પંચાયત સહિત 34 જિલ્લા પંચાયત, 17 નવી તાલુકા પંચાયત સહિત 260 તાલુકા પંચાયત, 84 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાં 4 કરોડ 18 લાખ 91 હજાર 700 મતદારો નોંધાયા છે. કુલ મતદારો પૈકી 2.16 કરોડ પુરુષ મતદારો અને 2.72 કરોડ સ્ત્રી મતદારો નોંધાયા છે. ચૂંટણી આયોગે આજથી(1 એપ્રિલ) આચાર સંહિતા અમલી બનાવી દીધી છે.
ચૂંટણી કાર્યક્રમ
ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે: 6 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 11 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મની ચકાસણી: 13 એપ્રિલ, 2026
ઉમેદવારી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ
મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026 (સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી)
મતગણતરી અને પરિણામ: 28 એપ્રિલ, 2026
કેટલી બેઠકો પર ચૂંટણી યોજાશે?
15 મહાનગરપાલિકાની 1044 બેઠકો
84 નગરપાલિકાની 2632 બેઠકો
260 તાલુકા પંચાયતની 5271 બેઠકો
34 જિલ્લા પંચાયતની 1092 બેઠકો
કુલ 10,039 બેઠકો પર ચૂંટણી યોજાશે
ઉપરાંત 13 નગરપાલિકાના વોર્ડની પેટા ચૂંટણી યોજાશે
ચૂંટણી માટે વ્યવસ્થા
49,591 કુલ મતદાન મથકો
એક મતદાન કેન્દ્ર પર વધુમાં વધુ 1200 મતદારો
996 ચૂંટણી અધિકારીઓ
1266 મદદનીશ અધિકારીઓ
2 લાખ 61 હજાર પોલીસ સ્ટાફ મતદાન સમયે ફરજ બજાવશે
રાજ્ય ચૂંટણી આયોગનો મહત્વનો નિર્ણય
17 ફેબ્રુઆરીની મતદાર યાદીને ધ્યાને લેવાશે
4.18 કરોડ મતદારો મતદાન કરી શકશે
મ્યુનિપલ કોર્પોરેશન 1.10 કરોડ મતદારો
નગરપાલિકામાં 63 લાખ મતદારો
2.74 કરોડ જિલ્લા પંચાયત મતદારો
નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત ચૂંટણી
રાજ્ય સરકારે 8 નવી નગરપાલિકાને 'મહાનગરપાલિકા'નો દરજ્જો આપ્યો છે. તેવી મહાનગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે. આણંદ-કરમસદ, ગાંધીધામ, મહેસાણા, મોરબી, નડિયાદ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર અને વાપી શહેરમાં ચૂંટણી થશે.
27 ટકા OBC અનામતનો અમલ
આ વખતની ચૂંટણીની સૌથી મોટી વિશેષતા ઓબીસી (OBC) અનામત બેઠકોનું નવું રોટેશન છે. ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ અમલી બનેલી નવી જોગવાઈ મુજબ 27 ટકા અનામત અમલી બનાવાઈ છે. જેના કારણે જિલ્લા પંચાયત પ્રમુખની 7 બેઠકો OBC સમાજના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. નવા જ્ઞાતિ સમીકરણો રાજકીય પક્ષો માટે નવી રણનીતિ ઘડવા મજબૂર કરશે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.