પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું નિધન
પૂણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા; વાયુસેનાના પાયલોટથી રાજકારણ સુધીની સફરનો કરુણ અંત

82 વર્ષની વયે સુરેશ કલમાડીનું નિધન

82 વર્ષની વયે સુરેશ કલમાડીનું નિધન
ભારતીય રાજનીતિ અને રમતગમત ક્ષેત્રે દાયકાઓ સુધી સક્રિય રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન થયું છે. વાયુસેનાના પાયલોટથી લઈને કેન્દ્રીય મંત્રી સુધીની તેમની સફર અનેક ઉતાર-ચઢાવ અને વિવાદોથી ભરેલી રહી હતી. પૂણેમાં લાંબી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જેનાથી એક યુગનો અંત આવ્યો છે.
અંતિમ વિદાય અને શ્રદ્ધાંજલિકોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડી છેલ્લા ઘણા સમયથી વયમર્યાદાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. તેમને પૂણેની જાણીતી દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે તેમનું નિધન થયું હતું.
તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પૂણે સ્થિત તેમના નિવાસસ્થાન 'કલમાડી હાઉસ' ખાતે બપોરે ૨:૦૦ વાગ્યા સુધી રાખવામાં આવશે. ત્યારબાદ નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાન ભૂમિમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતા જ રાજકીય અને ખેલ જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
ભારતીય વાયુસેનામાં પરાક્રમી સેવાસુરેશ કલમાડીની ઓળખ માત્ર એક રાજનેતા તરીકેની નહોતી, પરંતુ તેઓ એક દેશભક્ત સૈનિક પણ હતા. ૧૯૬૦ના દાયકામાં તેઓ ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે જોડાયા હતા. તેમણે છ વર્ષ સુધી આકાશમાં દેશની સરહદોનું રક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ૧૯૬૫ અને ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને શૌર્ય બતાવ્યું હતું. વાયુસેનામાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ બે વર્ષ સુધી પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) માં ટ્રેનર તરીકે પણ કાર્યરત રહ્યા હતા.
રાજકીય કારકિર્દીનો ઉદયલશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા બાદ કલમાડી પૂણેમાં ફાસ્ટફૂડનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના યુવા નેતા સંજય ગાંધીની નજર તેમના પર પડી હતી. સંજય ગાંધી તેમને રાજકારણમાં લાવ્યા અને તેમને મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસની જવાબદારી સોંપી હતી.
૧૯૮૨: પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા.
કેન્દ્રીય મંત્રી: પી.વી. નરસિંહા રાવની સરકારમાં તેઓ રેલવે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે સેવા આપી હતી.
સંસદીય સફર: તેઓ પૂણે લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ તરીકે પણ વિજેતા બન્યા હતા.
સુરેશ કલમાડી લાંબા સમય સુધી ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) ના પ્રમુખ રહ્યા હતા. ૧૯૯૬ થી લઈને સતત બે કાર્યકાળ સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું. ૨૦૧૦માં દિલ્હીમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સ (CWG) ના આયોજનમાં તેમની મુખ્ય ભૂમિકા હતી. જોકે, આ જ ગેમ્સ તેમના જીવનનો સૌથી મોટો વિવાદ બની ગઈ હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને કારણે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. CBI એ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને દેશભરમાં તેમની ટીકા થઈ હતી. જોકે, વર્ષો સુધી ચાલેલી કાયદાકીય લડાઈ બાદ, ગયા વર્ષે જ કોર્ટે પુરાવાના અભાવે તેમને તમામ આરોપોમાંથી મુક્ત કરી 'ક્લીન ચિટ' આપી હતી.
સુરેશ કલમાડીનું વ્યક્તિત્વ બહુમુખી હતું. એક તરફ તેઓ પાયલોટ તરીકે હીરો હતા, તો બીજી તરફ રાજકારણના અટપટા દાવપેચમાં તેઓ અનેક વાદ-વિવાદોમાં ઘેરાયેલા રહ્યા. તેમના નિધન સાથે મહારાષ્ટ્ર કોંગ્રેસે એક મજબૂત સંગઠનકર્તા ગુમાવ્યો છે. પૂણેના વિકાસમાં પણ તેમનું નોંધપાત્ર યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ ફરી ગરમાયો છે. 1960થી 2026 સુધી મરાઠી અસ્મિતા, શિવસેના, MNS, સ્થાનિક રોજગાર, પરપ્રાંતીયો અને હિન્દી વિરોધની સંપૂર્ણ રાજકીય કહાની જાણો.