વડોદરા જિલ્લામાં શૌચાલય મુદ્દે ચૂંટણી વિવાદ છેડાયો
કરજણ અને શિનોર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના બે ફોર્મ રદ થતાં ભાજપ ઉમેદવાર બિનહરીફ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન શૌચાલય મુદ્દે વિવાદ થયો છે. કરજણ અને શિનોર તાલુકા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થતાં બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. બંને બેઠકો ઉપર ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ શૌચાલય નહી હોવાનું કારણ આપવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની બારસામણી બેઠક પર કોંગ્રેસના હેમલતાબેન વાસદિયા અને ભાજપના જ્યોત્સનાબેન રાજ ઉમેદવાર હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવારને ત્યાં શૌચાલય નહીં હોવા મુદ્દે ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો. તેથી તલાટીએ કરેલી તપાસ બાદ આપેલા રિપોર્ટમાં શૌચાલય નહીં હોવાનો ઉલ્લેખ કરાયો હોવાથી ફોર્મ રદ થયું હતું. કોંગ્રેસના ઉમેદવારે આ નિર્ણય ખોટો હોવાનું કહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર તેઓના મામાને ત્યાં રહે છે અને ત્યાં શૌચાલય હોવાથી ગત વર્ષે તેઓ ગ્રામ પંચાયતમાં તે ચૂંટાયા હોવાનો દાવો કર્યો છે.
તેવી જ રીતે શિનોર તાલુકા પંચાયતની વિભાગ-1ની બેઠક પર ભાજપના પ્રમોદ વસાવાએ કોંગ્રેસના ઉમેદવાર રમેશ વસાવા પાસે શૌચાલય નહીં હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. જેમાં તલાટીએ તપાસ કર્યા બાદ રજૂ કરેલા રિપોર્ટમાં શૌચાલય હોવાનો ઉલ્લેખ કર્યો હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
આ કેસમાં અધિકારીએ ઉમેદવારે દર્શાવેલા સરનામા પર મુલાકાત લેતાં શૌચાલય નહીં મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી કોંગ્રેસના ઉમેદવારે લીગલ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદ થતાં બંને બેઠકો પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
શૌચાલય ના હોય તો સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્ય કેવી રીતે ચૂંટાયા?
કરજણની બારસામણી બેઠક પર ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવારે તંત્રના પક્ષપાતી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગી ઉમેદવાર જ્યોત્સનાબેન રાજના પતિ વિપુલભાઈએ કહ્યું કે, અમે વર્ષોથી મારા મામાને ત્યાં રહીએ છીએ અને એક જ રસોડું છે. શૌચાલયની પણ વ્યવસ્થા છે. જે મુજબ ફોર્મ ભરીને વર્ષ 2018માં હું સરપંચ બન્યો હતો. વર્ષ 2025માં ફોર્મ ભરીને મારી પત્ની ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઈ હતી. તે વખતે ફોર્મ મંજૂર થયું હતું. પરંતુ આ વખતે ગત વખતની જેમ જ ફોર્મ ભર્યું હોવા છતાં અમારું ફોર્મ રદ થતાં અમે વિરોધ વ્યક્ત કર્યો છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.