ઝઘડિયામાં MLA ચૈતર વસાવાનો લાફાનો વિવાદ વકર્યો
કેમિકલ બ્લાસ્ટ બાદ મૃતકના પિતરાઈ ભાઈ સાથે જાહેરમાં લાફાવાળી થતાં સ્થિતિ તંગ બની

ઝઘડિયાની કેમિકલ કંપની બહાર ચૈતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફાવાળી થઈ હતી

ઝઘડિયાની કેમિકલ કંપની બહાર ચૈતર વસાવા અને મૃતકના ભાઈ વચ્ચે લાફાવાળી થઈ હતી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે નવો વિવાદ શરૂ થયો છે. ભરૂચના ઝઘડિયાની જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીના બ્લાસ્ટમાં મરણ પામેલા રાકેશ વસાવાના પિતરાઈ ભાઈ રાજન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાફાવાળી થઈ હતી. મૃતકના ભાઈએ ચૈતર વસાવા સામે પૈસા પડાવવા માટે કંપનીમાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે ચૈતર વસાવાએ સમગ્ર ઘટના મામલે પોલીસની કામગીરી શંકાસ્પદ રહી હોવાનો આક્ષેપ કરી સવાલ ઉઠાવ્યા છે.
ચૈતર વસાવા સમર્થકો સાથે કંપની પર પહોંચતાં મૃતકના પિતરાઈ ભાઈ રાજન વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાફાવાળી અને મારામારી થઈ હતી. રોશન વસાવાએ ચૈતર વસાવા સામે માત્ર પૈસા પડાવવા કંપની પર આવ્યા હોવાનો આક્ષેપ કરતાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ બોલાચાલી મારામારીમાં પરિણમી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આવેલી જીઆઈડીસીમાં મેટ્રોપોલીટન એક્ઝિકેમ કંપનીમાં તાજેતરમાં લાગેલી આગની ઘટનામાં 2 કામદારોના મોત થયા હતા. જ્યારે 14 જેટલાં કામદારો દાઝી જતાં સારવાર માટે ખસેડાયા હતા. આ ઘટના મામલે ધારાસભ્ય ચૈતર વસાવા કંપની પર પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિક પોલીસે મામલો નિયંત્રણમાં લેવા માટે બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી
આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ભારે તણાવનો માહોલ સર્જાયો છે. ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારજનો સાથે વાતચીત કરવા સમર્થકો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી. સ્થળ પર ભારે હોબાળો સર્જાતાં પોલીસને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
આ સમયે મૃતકના પરિવારજનોમાં મતભેદ જોવા મળ્યા હતા, તેઓ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા રાકેશ વસાવાના પિતરાઈ ભાઈ રાજન વસાવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવા માત્ર કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે આવ્યા છે. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
કંપની મેનેજમેન્ટ દ્વારા પીડિતોને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ચૈતર વસાવાએ મૃતકોના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય આપવાની માંગ કરી હતી.
મૃતકના પિતરાઈ ભાઈએ કંપની જોડે સમાધાન થયું હોવા છતાં ચૈતર વસાવા માત્ર પૈસા પડાવવા અને વાતાવરણ ડહોળવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને મૃતકના ભાઈ રાજન વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ઝપાઝપી અને લાફાવાળી થઈ હતી. આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. જ્યારે ચૈતર વસાવાએ પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો