અમરેલી ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે કોંગ્રેસની સહકાર વિભાગને ફરિયાદ
સ્ટેટ કો-ઓ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનમાં ગેરકાયદે ડિરેક્ટર બનવાનો આરોપ

Complaint to Congress Cooperation Department against Amreli BJP MLA Kaushik Vekaria

Complaint to Congress Cooperation Department against Amreli BJP MLA Kaushik Vekaria
અમરેલીના ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે કોંગ્રેસે સહકાર વિભાગને ફરિયાદ કરી છે. વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરી છે. કૌશિક વેકરિયા ગુજરાત સ્ટેટ કો-ઓ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનમાં નિયમ વિરૂદ્ધ ડિરેક્ટર બન્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. પોતે નિયમો જાણતા હોવા છતાં ગેરકાયદે સાહિત્ય ઉભુ કરી ચૂંટણી લડી ડિરેક્ટર બન્યા હોવાથી તેમની સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા વિધાનસભા વિરોધપક્ષના નેતાએ માંગ કરી છે.
ગાંધીનગર સહકારી મંડળીઓના તત્કાલિન રજિસ્ટ્રાર નેત્રા સિનોઈએ ગુજરાત સ્ટેટ કો-ઓ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશન સંદર્ભે તા.29-7-1986ના રોજ પરિપત્ર કર્યો છે. પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, હાઉસીંગ મંડળીમાં મકાન ધરાવતા હોય અને ઉદ્દેશો પ્રમાણે કામ કરતાં વ્યક્તિ હાઉસીંગ મંડળીના સભ્ય બની શકે.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલીના બટારવાડી વિસ્તારની 14 મકાનોવાળી જૂની મંગલ સોસાયટીમાં 250 રૂપિયા ભરીને સભ્ય બન્યા બાદ ગુજરાત સ્ટેટ કો-ઓ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનના ડિરેક્ટરની ચૂંટણી લડ્યા હોવાનો આક્ષેપ થયો છે. તેઓ સોસાયટીમાં સભ્ય નહી હોવા છતાં માત્ર સાહિત્ય ઉભુ કરીને ચૂંટણી લડી નિયમ વિરૂદ્ધ ડિરેક્ટર બન્યા હોવાનો મનિષભાઈ પટેલે આક્ષેપ કર્યો છે.
ઉપરોક્ત નિયમોનો ઉલ્લેખ કરી પોતે ધારાસભ્ય હોવાથી નિયમો જાણતા હોવા છતાં ગેરકાયદે ડિરેક્ટર બન્યા હોવાથી ફોજદારી ગુનો બને છે. મનિષ પટેલે સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રાર એન.વી.ઉપાધ્યાયને લેખિત રજૂઆત કરી કૌશિક વેકરિયાને ગુજરાત સ્ટેટ કો-ઓ હાઉસીંગ ફાયનાન્સ કોર્પોરેશનના ડિરેક્ટર પદેથી દૂર કરી ધારાસભ્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે.
મનિષ પટેલની રજૂઆત સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ સહકારી મંડળીઓના રાજ્ય રજિસ્ટ્રારને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, તત્કાલિન રાજ્ય રજિસ્ટ્રાર ડી.પી.દેસાઈએ નિયમ-1965 નિયમ-32(ગ)ની જોગવાઈ હેઠળ શંકરભાઈ છગનભાઈ દક્ષિણીને ડિરેક્ટર પદેથી દૂર કર્યા હતા. શંકર દક્ષિણી પણ કૌશિક વેકરિયાની જેમ ડિરેક્ટર બન્યા હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.