અમૂલ ચૂંટણીઃ BJP ધારાસભ્ય ગોવિંદ પરમારની ગુલાંટ!
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફોન બાદ ધારાસભ્યએ ઉમેદવારી નહી કરવાનો નિર્ણય કર્યો
ઉમરેઠના MLA ગોવિંદ પરમારે મેન્ટેડ નહી મળે તો અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી
ઉમરેઠના MLA ગોવિંદ પરમારે મેન્ટેડ નહી મળે તો અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી
અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ આણંદ-ખેડા અને મહીસાગર જિલ્લામાં રાજકીય ગરમાવો આવ્યો છે. અમૂલ ડેરીની ચૂંટણીમાં પક્ષ મેન્ડેટ નહી આપે તો પણ અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરનાર ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે 24 કલાકમાં ગુલાંટ મારી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફોન બાદ ગોવિંદ પરમારે ઉમેદવારી નહી કરીને ભાજપના ઉમેદવારોને જીતાડવા કામગીરી કરવાનો નિર્ણય જાહેર કરતાં સમગ્ર પંથકમાં મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-આણંદ(અમૂલ ડેરી) ના નિયામક મંડળની 13 બેઠકોની ચૂંટણી અંતર્ગત આવતીકાલે(28 ઓગષ્ટ) ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. 20 ઓગષ્ટથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં મંગળવાર સુધીમાં 24 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
પાટીલના ફોન બાદ ભાજપના ધારાસભ્યની ગુલાંટ
અમૂલ ડેરીની ચૂંટણીમાં ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર મંગળવારે બળવાના મૂડમાં હતા. ગોવિંદ પરમારે મંગળવારે કહ્યું હતું કે, ભાજપ મેન્ડેટ નહી આપે તો તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાથી ભ્રષ્ટાચારને રોકવા તેઓ ચૂંટણીમાં ઝંપલાવશે. અમૂલ ડેરીની ગત ચૂંટણીમાં ગોવિંદ પરમાર માત્ર બે મતે હારી ગયા હતા.પરંતુ આ વખતે તેઓની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો.
અમૂલ ડેરીમાં ભાજપ કોંગ્રેસની નહીં પણ સહકારની ચૂંટણી હોવાની પણ શેખી મારી હતી. જો કે, આ નિવેદન કર્યાના 24 કલાકમાં ગોવિંદ પરમારે ગુલાંટ મારી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ફોન બાદ તેમણે ઉમેદવારી નહી કરવાનો નિર્ણય કર્યાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ભાજપના ઉમેદવારોને જીતાડવાની કામગીરીમાં લાગી ગચા હોવાનો દાવો કર્યો છે. ગોવિંદ પરમારે ગણતરીના કલાકોમા મારેલી ગુલાંટનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
MP, MLA કે જિલ્લા પ્રમુખ ચૂંટણી લડી શકે નહીઃ ભાજપ ચૂંટણી ઈન્ચાર્જ
અમૂલ ડેરીની ચૂંટણીના ભાજપના ઈન્ચાર્જ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, અમૂલ ડેરીની ચૂંટણીમાં MP, MLA કે જિલ્લા પ્રમુખ ચૂંટણી લડી શકે કે નહી તે મેસેજ ગોવિંદ કાકા સુધી પહોંચાડવામાં અમે અસફળ રહ્યા હતા. તેમને તેની જાણ નહોતી એટલે તેઓ ઉમેદવારી કરવા તૈયાર થયા હતા. જો કે, પક્ષની વાત તેમના સુધી પહોંચાડતા હવે તેઓ ઉમેદવારી કરવાના નથી. ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે તેઓ કામગીરી કરશે. તેમણે ડેરીમાં ભ્રષ્ટાચારની વાત કરી હતી તે અઢી વર્ષ પહેલાંની વાત હતી. હાલની ટર્મની નહીં
ભાજપે વધુ 7 બેઠકો માટે મેન્ડેટ જાહેર કર્યા
અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી અંતર્ગત ભાજપે બુધવારે વધુ 7 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યાં હતા. ભાજપે 12 બેઠક પૈકી 11 બેઠકના ઉમેદવારોના મેન્ડેટ જાહેર કર્યા છે. જ્યારે બોરસદ બેઠકનો મેન્ડેટ બાકી રાખ્યો છે. આણંદમાં કાંતિભાઈ સોઢા પરમાર, ખંભાતમાં રાજેન્દ્રસિંહ પરમાર, પેટલાદમાં બિનાબેન પટેલ, કઠલાલમાં ઘેલાભાઈ ઝાલા, કપડવંજમાં ધવલ પટેલ, મહેમદાવાદમાં ગૌતમ ચૌહાણ અને માતરમાં ભગવત પરમારને મેન્ડેટ આપવામાં આવ્યા છે.
અગાઉ ભાજપે ઠાસરા બેઠક માટે પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પૌત્રવધુ પ્રિયા કૃણાલસિંહ પરમાર, બાલાસિનોર બેઠક માટે રાજેશ ગજાનંદ પાઠક, નડિયાદ બેઠક માટે વર્તમાન ચેરમેન વિપુલ કાંતિભાઈ પટેલ અને વિરપુર બેઠક માટે સાભેસિંહ મોંઘાભાઈ પરમારને મેન્ડેટ આપ્યા હતા. ચારેય બેઠકના ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. બોરસદ બેઠકના ઉમેદવારની જાહેરાત બુધવારે સાંજે અથવા ગુરૂવારે સવારે થવાની શક્યતા છે.
આણંદ બેઠક પર સૌ કોઈની નજર
અમૂલ ડેરીની ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર ભાજપના સાંસદ મિતેષ પટેલના ખાસ માણસ ગણાતા ભરત પટેલે મેન્ડેટ વગર મંગળવારે ઉમેદવારી નોંધાવી હતી. ભરત પટેલની ઉમેદવારીએ આણંદ અને ખેડા જિલ્લામાં ખાસ્સી ચર્ચા જગાવી હતી. આણંદ બેઠક ઉપર ભાજપે હવે ડેરીના વાઈસ ચેરમેન કાંતિ સોઢા પરમારને મેન્ડેટ આપ્યો છે. તેથી ભરત પટેલ હવે ઉમેદવારી પરત ખેંચે છે કે પછી અપક્ષ ઉમેદવારી ચાલુ રાખે છે તેના પર સહકારી આગેવાનોની નજર મંડાઈ છે. ખેડા ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીમાં ભરત પટેલે કાંતિ સોઢા પરમારને એક મતે હરાવ્યા હતા.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.