અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે
વિવિધ ગણેશ મહોત્સવમાં હાજરી આપશે
અમિત શાહ
અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે, 30 ઓગસ્ટથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. 30 અને 31 ઓગસ્ટ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ગણેશ મહોત્સવની મુલાકાત, હેલ્થ સેન્ટરનું લોકાર્પણ, વૃક્ષારોપણ કાર્યક્રમ, જનરક્ષક પ્રોજેક્ટ સહિતના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે અને ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપશે.
30 ઓગસ્ટનો કાર્યક્રમઅમિત શાહ આજે, 30 ઓગસ્ટના રોજ ગણેશ મહોત્સવના બે મુખ્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ સાંજે 7:45 વાગ્યે ગજાનંદ યુવક મંડળ દ્વારા આયોજિત 'શ્યામલ કા રાજા' ગણેશ મહોત્સવમાં મૌર્યાંશ એલાન્ઝા, શ્યામલ ચાર રસ્તા, જોધપુર, અમદાવાદ ખાતે દર્શન કરશે. ત્યારબાદ, રાત્રે 8:15 વાગ્યે સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજિત 40માં 'વસ્ત્રાપુરના મહાગણપતિ' ગણેશ મહોત્સવમાં સરદાર પટેલ ચોક, નહેરુ પાર્ક પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે દર્શન કરશે. આ બંને કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિથી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
31 ઓગસ્ટનો કાર્યક્રમ31 ઓગસ્ટના રોજ અમિત શાહ અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સવારે 10:15 વાગ્યે ગોતા વોર્ડ ખાતે નવનિર્મિત ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ થશે. ત્યારબાદ, સવારે 10:35 વાગ્યે ચાંદલોડિયા વોર્ડમાં નવનિર્મિત વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન થશે. સવારે 10:45 વાગ્યે રાણીપ વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત, એએમસી દ્વારા સ્ટેડિયમ વોર્ડમાં તૈયાર થઈ રહેલ અર્બન ફોરેસ્ટ ખાતે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
ભદ્રકાળી મંદિરે દર્શન અને સરદાર બાગનું લોકાર્પણઅમદાવાદ શહેરના કુળદેવી શ્રી ભદ્રકાળી માતાજીના પૌરાણિક મંદિરે અમિત શાહ સવારે 11:30 વાગ્યે દર્શન કરશે. ત્યારબાદ, ટોરેન્ટ ગ્રુપ-યુએનએમ ફાઉન્ડેશન દ્વારા પુનઃવિકસિત કરવામાં આવેલ સરદાર બાગનું લોકાર્પણ સવારે 11:40 વાગ્યે કરશે. ઘાટલોડિયા વોર્ડ ખાતે વિવિધ સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરીઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ બપોરે 12:15 વાગ્યે યોજાશે. DIAL 112 અંતર્ગત શરૂ થઈ રહેલ 'જનરક્ષક પ્રોજેક્ટ'ના લોકાર્પણ પ્રસંગે સાંજે 4:30 વાગ્યે રામકથા ગ્રાઉન્ડ, હોટલ ડવેલીની સામે, સેક્ટર-11, ગાંધીનગર ખાતે જાહેર કાર્યક્રમ યોજાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!