Ahmedabad શહેર કોંગ્રેસ પ્રમુખપદ પર વિવાદ, સોનલ પટેલની પસંદગી સામે દાવેદારોનો બળાપો
કોંગ્રેસે પ્રથમવાર કોઈ મહિલાને આ પદની જવાબદારી સોંપી છે, પરંતુ આ નિર્ણયથી અન્ય દાવેદારો અને કાર્યકરોમાં નારાજગી...

અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિવાદ...

અમદાવાદ કોંગ્રેસમાં આંતરિક વિવાદ...
અમદાવાદ (Ahmedabad) શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સોનલ પટેલ ની પસંદગી થતા જ પાર્ટીમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. અન્ય દાવેદારોએ આ પસંદગી પ્રક્રિયા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે, અને સોશિયલ મીડિયા પર પણ કોંગ્રેસના કાર્યકરોનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કોંગ્રેસે પ્રથમવાર કોઈ મહિલાને જિલ્લા પ્રમુખની જવાબદારી સોંપી છે, ત્યારે આ નિર્ણયે પાર્ટીમાં જ નવી ચર્ચાઓ જગાવી છે.
'આંખ પર પટ્ટી બાંધીને પસંદગી!'
અમદાવાદ (Ahmedabad) શહેર કોંગ્રેસ પ્રમુખ પદની રેસમાં રહેલા રાજુ પટેલે સોનલ પટેલની પસંદગી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, "કોંગ્રેસના વોર્ડ પ્રમુખો કે હોદ્દેદારોની સહમતી વગર સોનલ પટેલની પસંદગી કરાઈ છે." રાજુ પટેલે સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો કે, "લીડરો ના માનીતા લોકોને પ્રમુખ બનાવવામાં આવ્યા છે." તેમણે વધુમાં કહ્યું કે, "આંખ પર પટ્ટી બાંધીને પસંદગી કરાઈ હોય એવું લાગી રહ્યું છે. રજૂઆતો સાંભળ્યા બાદ પણ કોંગ્રેસનું વિઝન દેખાતું નથી. ઘોડાના ઠેકાણાને જ તાળા મારી દીધા હોય એમ લાગે છે."
આ નિવેદનો દર્શાવે છે કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહીનો અભાવ છે અને પસંદગી પ્રક્રિયા પારદર્શક નથી. કાર્યકરોમાં એવો સંદેશ ગયો છે કે તેમની વાત સાંભળવામાં આવતી નથી અને માત્ર હાઈકમાન્ડના નજીકના લોકોને જ સ્થાન આપવામાં આવે છે.
આ પણ વાંચો : Ahmedabad : ₹5 લાખની લાંચ લેતા DILR સર્વેયર અને બે દલાલ જેલભેગા...
રાજનીતિમાં મહિલા સશક્તિકરણ : સોનલ પટેલ
બીજી તરફ, અમદાવાદ (Ahmedabad) શહેર કોંગ્રેસ પ્રમુખ પદે પસંદગી થયા બાદ સોનલબેન પટેલે પોતાના નિવેદનમાં રાજનીતિમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, "રાજનીતિ પુરુષ પ્રધાન્ય વાળું ક્ષેત્ર છે, ત્યાં મહિલાઓની ભાગીદારી વધારવા પ્રયત્ન કરીશ." તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે, "મેડિકલ સહિતના ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો વધ્યો છે ત્યારે રાજનીતિમાં મહિલાઓને આગળ લાવીશું."
આ પણ વાંચો : Banaskantha : 30 વર્ષ બાદ ઉમરદશી નદી જીવંત, જળાશયો છલકાયા, ખેડૂતોમાં આનંદ!
સોનલબેને લોકલ બોડીમાં મહિલા અનામતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "જાહેર જીવનમાં મહિલાઓ આગળ આવે તે જરૂરી છે." તેમણે અમદાવાદ (Ahmedabad) શહેર કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત કરવા માટે કામે લાગવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. જોકે, તેમની આ જાહેરાતો આંતરિક વિવાદના પડઘા હેઠળ કેટલી સફળ થશે તે જોવું રહ્યું. કોંગ્રેસ માટે આ એક કપરો સમય છે, જ્યાં એક તરફ પાર્ટીને ફરી બેઠી કરવાનો પડકાર છે, તો બીજી તરફ આંતરિક વિખવાદોએ માથું ઊંચક્યું છે. સોનલ પટેલ માટે આ પદ કાંટાળો તાજ સાબિત થઈ શકે છે, જ્યાં તેમણે પાર્ટીને એકજૂથ રાખીને સંગઠનને મજબૂત કરવાનું છે.
આ પણ વાંચો : Banaskantha માં મેઘ તાંડવ, દાંતામાં ભેખડો ધસી પડી, વડગામના ખેતરો બેટ બન્યા!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઈ-ગ્રામ પ્રોજેક્ટમાં 1,500 કર્મચારીઓની હકાલપટ્ટીથી લઈને ₹36 કરોડના MS Office લાયસન્સ સુધી, TLE એસોસિએશને ઉઠાવ્યા એવા સવાલો કે મામલો પહોંચ્યો મુખ્યમંત્રી સુધી!

SIR વિવાદમાં ‘બાંગ્લાદેશ’ની એન્ટ્રી કેમ? રાજનાથ સિંહે રાહુલ ગાંધી અને INDIA બ્લોક પર કર્યા આકરા પ્રહાર! શું ચૂંટણી સુધારાનો વિવાદ હવે ‘શાસન પરિવર્તન’ના આરોપો સુધી પહોંચી ગયો છે?

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.