Banaskantha : 30 વર્ષ બાદ ઉમરદશી નદી જીવંત, જળાશયો છલકાયા, ખેડૂતોમાં આનંદ!
દાંતામાં 9 ઇંચ વરસાદ ખાબકતા અર્જુની અને બાલારામ નદીઓ પણ વહેતી થઈ...

બનાસકાંઠામાં મેઘ મહેર...

બનાસકાંઠામાં મેઘ મહેર...
બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ચારે તરફ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. લાંબા સમય બાદ નદીઓમાં નવા નીર આવતા ધરતી હરિયાળી બની રહી છે અને પાણીના તળ ઊંચા આવવાની આશા જાગી છે. જોકે, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે માર્ગો બંધ થતા મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
પાલનપુરમાં ઉમરદશી નદી 30 વર્ષ બાદ ફરી જીવંત થઈ!
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી ઉમરદશી નદી 30 વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી જીવંત બની છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં નવા નીર આવ્યા છે, જેને જોવા માટે આજુબાજુના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા. આ એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે, આ નદીમાં પાણી આવવાથી 50 જેટલા ગામોના ખેડૂતોને સીધો ફાયદો થશે. પાણીના તળ ઊંડા ગયા હોવાથી અને પાણીની અછતનો સામનો કરી રહેલા ખેડૂતો માટે આ 'વરસાદ' જીવનદાયી બની રહેશે, જેના કારણે લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
અર્જુની અને બાલારામ નદીઓમાં પણ નવા નીર...
દાંતાના પર્વતીય વિસ્તારમાં ધોધમાર વરસાદ (9 ઇંચ) ખાબકતા અર્જુની નદી અને પાલનપુરની બાલારામ નદી પણ વહેતી થઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ આ નદીઓમાં નીર આવતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પાણી ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 159 તાલુકામાં સરેરાશ 15 મીમી વરસાદ
વરસાદથી કેટલીક જગ્યાએ હાલાકી...
વરસાદની ખુશી વચ્ચે કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ જોવા મળી રહી છે. વડગામના સરદારપુરાના ખેતરો ધોધમાર વરસાદથી બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. અર્જુની નદીના પાણીના પ્રવાહને કારણે વડગામના હડમતીયાથી સરદારપુરાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
વળી, પાલનપુર તાલુકાનો વેડંચા-ભાવિસણા માર્ગ પણ લડબી નદીના વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા બંધ થયો છે. આશ્ચર્યજનક રીતે, માત્ર 3 માસ અગાઉ જ ₹3 લાખના ખર્ચે રિપેર કરાયેલો આ કોઝવે ફરી પાણીમાં ગયો છે, જેના કારણે વેડંચા-ભાવિસણા ગામના પશુપાલકો, રાહદારીઓ અને વાહનચાલકો અટવાઈ પડ્યા છે. દાંતા અને પાલનપુરમાં નદીઓ વહેતી થઈ છે, તો અમીરગઢમાં ઘરનાળામાં પાણી ભરાયા છે, જે દર્શાવે છે કે વરસાદે અનેક જગ્યાએ મુશ્કેલીઓ પણ સર્જી છે.
આ પણ વાંચો : Gujarat weather: બનાસકાંઠા-સાબરકાંઠામાં રેડ એલર્ટ, ૧૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
જળાશયોમાં પાણીની આવક...
ઉપરવાસમાં ભારે વરસાદ બાદ જિલ્લાના બે મુખ્ય જળાશયોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે...
• દાંતીવાડા જળાશયમાં સવારે 2681 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેના કારણે તેની સપાટી 554.46 પર પહોંચી છે.
• મુક્તેશ્વર જળાશયમાં પણ 1621 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેનાથી તેની સપાટી 635.03 પર પહોંચી છે.
• સીપુ જળાશયમાં હજુ પાણીની આવક નોંધાઈ નથી.
• અમીરગઢ અને દાંતામાં મુશળધાર વરસાદ ચાલુ હોવાથી દાંતીવાડા જળાશયમાં હજુ પણ પાણીની આવક થવાની પ્રબળ સંભાવના છે, જે આગામી સમયમાં ખેડૂતો માટે સિંચાઈના પાણીની સમસ્યાને હળવી કરશે.
આ પણ વાંચો : Ahmedabad : ₹5 લાખની લાંચ લેતા DILR સર્વેયર અને બે દલાલ જેલભેગા...
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.