રખડતા કૂતરાંના ત્રાસ સામે SCના કડક આદેશો
8 સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ, વેક્સિનેશન પછી પણ ન છોડવા સ્પષ્ટતા..

રખડતા કૂતરાંના ત્રાસ સામે SCના કડક આદેશો

રખડતા કૂતરાંના ત્રાસ સામે SCના કડક આદેશો
દેશભરમાં વધી રહેલા રખડતા કૂતરાંના ત્રાસને લઈને સુપ્રીમ કોર્ટે શુક્રવારે(07 નવેમ્બર, 2025) જાહેર સ્થળોને સુરક્ષિત કરવા માટે નિર્દેશોની એક શ્રેણી જારી કરી છે. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતા હેઠળની બેન્ચે હાઈવેને રખડતા ઢોર અને અન્ય પ્રાણીઓથી મુક્ત કરવા માટે પણ કડક સૂચના આપી છે.
શાળાઓ, હોસ્પિટલો ફરતે ફેન્સિંગ ફરજિયાતસુપ્રીમ કોર્ટે સુઓ મોટો લીધેલા આ કેસની સુનાવણી દરમિયાન આદેશ આપ્યો કે, દરેક શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, જાહેર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનને રખડતા કૂતરાંના પ્રવેશને રોકવા માટે યોગ્ય રીતે ફેન્સિંગ (વાડ) કરવી આવશ્યક છે.
જસ્ટિસ નાથની આગેવાની હેઠળની બેન્ચે સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓને આ પરિસરોમાંથી નિયમિતપણે કૂતરાં પકડવાની ડ્રાઇવ ચલાવવા અને તેમને એનિમલ બર્થ કંટ્રોલ (ABC) રૂલ્સ, 2023 હેઠળ ફરજિયાત રસીકરણ અને નસબંધી કરાવ્યા પછી નિયુક્ત આશ્રયસ્થાનોમાં ખસેડવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આ જાહેર સ્થળોએથી હટાવેલા કૂતરાં તે જ સ્થળે પાછા ન આવવા જોઈએ. આ ઉપરાંત, આ પરિસરોમાં રખડતા કૂતરાંનું રહેઠાણ વિકસિત ન થાય તેની ખાતરી કરવા માટે સમયાંતરે નિરીક્ષણ કરવા પણ નિર્દેશ અપાયો છે.
હાઈવે પરથી ઢોર હટાવવા માટે મુખ્ય સચિવોને આદેશરખડતા ઢોર અને અન્ય પ્રાણીઓથી થતા અકસ્માતોની ગંભીરતાને ધ્યાનમાં લઈને બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને હાઈવે પરથી તાત્કાલિક ઢોર હટાવીને નિયુક્ત શેલ્ટર્સમાં ખસેડવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે, "તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો આનું કડક પાલન સુનિશ્ચિત કરે. અન્યથા, અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ગણવામાં આવશે." કોર્ટે નિર્દેશોના અમલ માટેની વ્યવસ્થાની વિગતો આપતો 8 સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.
કોર્ટે ટિપ્પણી કરી હતી કે, રખડતા પ્રાણીઓ સંબંધિત અનિયંત્રિત ઘટનાઓ માત્ર જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શરમજનક છબી પણ રજૂ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ચુકાદા બાદ હવે આગળ શું?

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ