અનિલ અંબાણી ED સમક્ષ હાજર, બંગલો ટાંચમાં લેવાયો
RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ

અનિલ અંબાણી ED સમક્ષ હાજર

અનિલ અંબાણી ED સમક્ષ હાજર
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ગુરુવારે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) દ્વારા કરવામાં આવેલા કથિત બેંક લોન ફ્રોડ અને તેને સંલગ્ન મની લોન્ડરિંગના કેસમાં તપાસ એજન્સી દ્વારા આ બીજા રાઉન્ડની પૂછપરછ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, આ પૂછપરછના માત્ર ૨૪ કલાક પહેલા જ EDએ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું તેમનું ₹૩,૭૧૬ કરોડનું આલીશાન ઘર 'અબોડ' (Abode) ટાંચમાં લીધું હતું.
પૂછપરછ અને તપાસનો વિષય ૬૬ વર્ષીય બિઝનેસમેન અનિલ અંબાણી સવારે સફેદ શર્ટ અને જેકેટમાં ED ઓફિસે પહોંચ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, RCOM અને તેની ગ્રુપ કંપનીઓએ સ્થાનિક અને વિદેશી બેંકો પાસેથી કુલ ₹૪૦,૧૮૫ કરોડની લોન લીધી હતી, જેની પરત ચુકવણીમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
૧૭ માળનું ઘર 'અબોડ' ટાંચમાં લેવાયું મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં આવેલું ૬૬ મીટર ઊંચું અને ૧૭ માળનું અનિલ અંબાણીનું ઘર હવે EDના કાયદાકીય સકંજામાં છે.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ પ્રોપર્ટીને પ્રોવિઝનલ રીતે એટેચ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ₹૧૫,૭૦૦ કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે.
ગબડતું સામ્રાજ્ય એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણીનું સામ્રાજ્ય જે એક સમયે પાવરથી લઈને ડિફેન્સ સુધી ફેલાયેલું હતું, તે છેલ્લા બે દાયકામાં દેવાના બોજ હેઠળ દબાતું ગયું છે. ઓગસ્ટ ૨૦૨૫માં પણ તેમની પ્રથમ વખત પૂછપરછ કરવામાં આવી હતી.
હવે બેંક લોનના ડાયવર્ઝન અને નાણાકીય અનિયમિતતાઓના ગંભીર આરોપો વચ્ચે તેમની કાનૂની લડાઈ વધુ તેજ બની છે.

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

બાળકની ઓળખ અસ્તિત્વ ન ધરાવતા પિતા સાથે જોડવી અન્યાયી; માતાની જ્ઞાતિ વાપરવાની છૂટ: હાઈકોર્ટ

RTIના આધારે SSC ટેન્ડર પ્રક્રિયા પર ઉઠાવ્યા હતા સવાલ; હવે કાનૂની જંગ; વીડિયો હટાવવાની માંગ