આ વિવાદ સૈફ અલી ખાનની પિતૃક મિલ્કત સાથે જોડાયેલી છે. ભોપાલ સ્થિત મિલ્કતોનું અંદાજિત મૂલ્ય 15,000 કરોડ રૂપિયા છે. વર્ષ 2000માં નીચલી અદાલતે નવો ચુકાદો આપતા નવાબ હમેદુલ્લાહ ખાનની પહેલી પત્નીની દીકરી સાજિદા સુલ્તાનને આ મિલ્કતોનો હક આપ્યો હતો. સાજિદા સુલ્તાન સૈફની પરદાદી હતી. પરંતુ હવે હાઇકોર્ટે આ ચુકાદાને અવૈધ ગણાવી ફરીથી તપાસ કરવા કહ્યું છે અને આ પ્રક્રિયા 1 વર્ષમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
હવે શત્રુ મિલ્કતના દરજ્જાથી સરકારનો કબજો
શત્રુ મિલ્કત અધિનિયમ મુજબ, ભારતના વિભાજન સમયે પાકિસ્તાન ગયા એવા લોકોની મિલ્કત પર સરકાર કબજો લઈ શકે છે. હાઇકોર્ટના આ નિર્ણયથી સૈફ અલી ખાનની અનેક મિલ્કતો હવે સરકારના નિયંત્રણ હેઠળ આવી ગઈ છે.
આ મિલ્કતોમાં સૈફનો બાળપણનો નિવાસ 'ફ્લેગ સ્ટાફ હાઉસ', 'નૂર-ઉસ-સબા પેલેસ', 'દાર-ઉસ-સલામ', 'હબીબી કા બંગલો', 'અહમદાબાદ પેલેસ' અને 'કોહેફિઝા'ની મિલ્કત સામેલ છે.
સૈફ અલી ખાન છેલ્લે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘જ્વેલ થીફ’માં જોવા મળ્યા હતા. તેઓ હવે આગામી એક્શન-થ્રિલર સિરીઝ ‘રેસ 4’માં જોવા મળશે. આ ઉપરાંત, અક્ષય કુમાર સાથે પ્રિયદર્શન દિગ્દર્શિત ફિલ્મ ‘હૈવાન’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવશે.