યુક્રેનનો રશિયા પર હુમલો, ઓઈલ ટર્મિનલ ધ્વસ્ત
બ્લેક સી પરના તુઆપ્સે પોર્ટ પર ભીષણ આગ, રશિયાની લોજિસ્ટિક્સ પાઇપલાઇનને મોટું નુકસાન

ઓઈલ ટર્મિનલ પર ભીષણ આગ

ઓઈલ ટર્મિનલ પર ભીષણ આગ
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં યુક્રેને રવિવારની રાત્રે રશિયા પર એક અત્યાર સુધીના સૌથી મોટા ડ્રોન હુમલાઓમાંનો એક કર્યો છે. આ ભીષણ હુમલામાં બ્લેક સી પર સ્થિત રશિયાના મહત્ત્વપૂર્ણ તુઆપ્સે પોર્ટને મોટું નુકસાન પહોંચ્યું છે.
રશિયન ઓઇલ ટર્મિનલ અને રિફાઇનરીઓમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે નુકસાન થયું હતું. રશિયન એર ડિફેન્સ યુનિટે દાવો કર્યો કે તેમણે યુક્રેનના ૧૬૪ ડ્રોન તોડી પાડ્યા, પરંતુ હુમલાની તીવ્રતા એટલી હતી કે મહત્ત્વની માળખાગત સુવિધાઓને અસર થઈ છે.
સપ્લાય નેટવર્ક પર સીધો વારઆ હુમલામાં મોસ્કો નજીકની એક મહત્ત્વની પાઇપલાઇનને પણ નુકસાન પહોંચ્યું છે, જે રશિયન સેનાને ઓઇલનો પુરવઠો પહોંચાડે છે.
તુઆપ્સે પર ટાર્ગેટ: ક્રાસ્રોડારના અધિકારીઓ અનુસાર, તુઆપ્સે ઓઇલ ટર્મિનલ અને રોસનેફ્ટ નિયંત્રિત રિફાઇનરીને યુક્રેન દ્વારા અવારનવાર ટાર્ગેટ કરવામાં આવે છે, કારણ કે આ સ્થળ રશિયન સેનાની લોજિસ્ટિક મદદ માટે કેન્દ્રીય ભૂમિકા ભજવે છે.
બદલાની ભાવના: યુક્રેને તેના વીજળી ગ્રીડ પર રશિયા દ્વારા કરાયેલા હુમલાનો બદલો લેવા માટે ક્રૂડ રિફાઇનરીઓ, ડેપો અને પાઇપલાઇન પર હુમલા વધાર્યા છે. આ હુમલાનો મુખ્ય ઉદ્દેશ રશિયાના લોજિસ્ટિક્સ નેટવર્કને ખોરવી નાખવાનો અને યુદ્ધ ખર્ચ વધારવાનો છે.
તુઆપ્સે પોર્ટ નજીક સોસ્રોવી ગામમાં ડ્રોનનો કાટમાળ પડવાથી એક એપાર્ટમેન્ટને પણ નુકસાન થયું છે. જોકે, આ હુમલામાં તાત્કાલિક કોઈ જાનહાનિના સમાચાર નથી.
રશિયા વળતો પ્રહાર કરવા તૈયારરશિયાના સત્તાધીશોએ જણાવ્યું છે કે તુઆપ્સેમાં ડ્રોન હુમલાનો જવાબ આપવામાં આવી રહ્યો છે અને આ હુમલો સૈન્યની કામગીરીને રોકવાના યુક્રેનના પ્રયાસનો એક ભાગ હતો. હજી ચોક્કસ નુકસાનની વિગતો સ્પષ્ટ થઈ નથી, પરંતુ આ હુમલો સંકેત આપે છે કે યુક્રેન રશિયાની ઓઇલ સપ્લાય લાઇનને નિશાન બનાવીને યુદ્ધની ગતિવિધિઓને ધીમી પાડવા માંગે છે.
ટૂંકમાં, યુદ્ધના મેદાન પર ડ્રોન હવે માત્ર ગૌણ હથિયાર નથી રહ્યા, પણ વ્યૂહાત્મક લક્ષ્યોને ભેદવા માટેનું મુખ્ય હથિયાર બની ગયા છે. અને એર ડિફેન્સ ગમે તેટલા ડ્રોન તોડે, એકાદ કામયાબ ડ્રોન પણ મોટું નુકસાન કરી જાય છે!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રિયાધ, દમ્મામ અને જેદ્દાહની ફ્લાઇટ્સ 20 ઓક્ટોબર સુધી રદ! એક ભારતીયના મોત અને 11 ભારતીયોના ઘાયલ થવાના અહેવાલો વચ્ચે મુસાફરો માટે શું છે નવી સ્થિતિ?

ટ્રમ્પને પુતિન સાથે વાત કરવી સરળ, પણ ઝેલેન્સકી સાથે કેમ મુશ્કેલી? રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિના નિવેદને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચા જગાવી!

ભણતા બાળકો પર અચાનક તૂટી પડી શાળાની છત! પેશાવરમાં એવી કરુણ દુર્ઘટના સર્જાઈ કે આખું પાકિસ્તાન શોકમાં…