અમદાવાદ વિમાન દુર્ઘટના કેસ સુપ્રીમમાં પહોંચ્યો
કૅપ્ટન સુમિત સભરવાલના પિતાની અરજી બાદ તપાસ પર સુપ્રીમનો નોટિસ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના અવશેષ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના અવશેષ
અમદાવાદમાં જૂનમાં થયેલી એર ઇન્ડિયાની બોઇંગ 787-8 ડ્રીમલાઇનર દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, DGCA અને અન્ય અધિકારીઓને નોટિસ જારી કરી છે. આ નોટિસ કૅપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કર રાજ સભરવાલની અરજી પર કાઢવામાં આવી છે. તેમણે દુર્ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને ટેક્નિકલી મજબૂત તપાસ નિવૃત ન્યાયાધીશની દેખરેખ હેઠળ કરાવવાની માંગણી કરી છે.
ન્યાયમૂર્તિ સુર્યા કાંતે સુનાવણી દરમિયાન ટાંક્યુ કે, “આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે, પરંતુ તમારો પુત્ર દોષી નથી. ભારતનો કોઈ નાગરિક માનતો નથી કે આ પાઇલટની ભૂલ હતી.” ન્યાયમૂર્તિ જોયમલ્યા બેગચીએ પણ જણાવ્યું કે AAIBની પ્રાથમિક રિપોર્ટમાં પાઇલટની કોઈ ભૂલ જણાતી નથી.
અરજદારના વકીલ ગોપાલ શંકરનારાયણનએ દલીલ કરી કે "વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)" ની તપાસ સ્વતંત્ર નથી. “હું 91 વર્ષનો છું, અને મારા પુત્રનો સન્માનિત વિદાય જોઈએ છે. તપાસ ચાર મહિના બાદ પણ અસ્પષ્ટ છે,” એમ તેમણે કોર્ટને જણાવ્યું. તેમણે વિમાન અકસ્માત નિયમ 12 હેઠળ ન્યાયિક દેખરેખવાળી તપાસની માંગ કરી અને બોઇંગ વિમાનોની વૈશ્વિક સુરક્ષા ખામીઓ પર પણ ધ્યાન દોર્યું.
અરજીમાં વોલ સ્ટ્રીટ જર્નલનો ઉલ્લેખ હતો, જેમાં પાઇલટની ભૂલની વાત કરવામાં આવી હતી. પરંતુ ન્યાયમૂર્તિ બેગચીએ સ્પષ્ટ કર્યું કે વિદેશી અહેવાલો ભારતીય ન્યાયપ્રક્રિયામાં અસર નહીં કરે.
ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સના સમર્થનવાળી આ અરજીમાં AAIBની તપાસ બંધ કરી નિવૃત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી સ્વતંત્ર એવિએશન પેનલ રચવાની માગ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ