LPG સિલિન્ડર થશે બંધ? જાણો કેન્દ્રના નવા નિયમો
જે વિસ્તારોમાં ગેસ પાઇપલાઇન પહોંચી ગઈ છે ત્યાં PNG કનેક્શન લેવું હવે ફરજિયાત બનશે

નવા ગેસ પાઇપલાઇન નિયમ 2026

નવા ગેસ પાઇપલાઇન નિયમ 2026
કેન્દ્ર સરકારે મિડલ-ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અને ગેસની સંભવિત અછતને પહોંચી વળવા માટે 'નેચરલ ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઓર્ડર 2026' લાગુ કર્યો છે. આ નવા આદેશ મુજબ, જો તમારા ઘરની આસપાસ ગેસ પાઇપલાઇનનું નેટવર્ક ઉપલબ્ધ છે, તો તમારે ફરજિયાતપણે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન લેવું પડશે. જો તમે તેમ કરવામાં નિષ્ફળ રહેશો, તો આગામી 90 દિવસમાં તમારા ઘરનો LPG સિલિન્ડર સપ્લાય કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે.
નવા ગેસ વિતરણ ઓર્ડરની મુખ્ય 4 બાબતો :
1. સોસાયટીઓએ 3 દિવસમાં આપવી પડશે મંજૂરી
અત્યાર સુધી અનેક હાઉસિંગ સોસાયટીઓ કે રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWA) ના આંતરિક વિરોધને કારણે પાઇપલાઇન નાખવાનું કામ અટકી જતું હતું. હવે સરકારે કડક વલણ અપનાવ્યું છે. જો કોઈ ગેસ કંપની પાઇપલાઇન માટે રસ્તો માંગે, તો સોસાયટીએ માત્ર 3 દિવસમાં મંજૂરી આપવી પડશે. જો મંજૂરીમાં વિલંબ થશે, તો તે સોસાયટીના તમામ ઘરોનો LPG સપ્લાય અટકાવી દેવામાં આવશે.
2. વહીવટી મંજૂરીઓ માટે 'ઓટોમેટિક ક્લિયરન્સ'
સરકારી વિભાગો હવે પાઇપલાઇનની ફાઇલો અટકાવી શકશે નહીં. નાના નેટવર્ક માટે 10 દિવસ અને મોટી લાઇન માટે 60 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં કોઈ જવાબ નહીં મળે, તો તેને 'ડીમ્ડ ક્લિયરન્સ' માની લેવામાં આવશે અને કામ શરૂ કરી દેવાશે.
3. જમીન માલિકોને આકર્ષક વળતર
ખાનગી જમીનમાંથી પાઇપલાઇન પસાર કરવા માટે સરકારે નિશ્ચિત વળતર જાહેર કર્યું છે. જમીનના કોમર્શિયલ સર્કલ રેટના 30% રકમ વળતર તરીકે મળશે. વધુમાં, જો જમીન માલિક 24 કલાકમાં સંમતિ આપે, તો તેને બમણું એટલે કે 60% વળતર ચૂકવવામાં આવશે.
4. સુરક્ષા અને સગવડતાનો અભિગમ
આ નિયમ 'આવશ્યક વસ્તુ અધિનિયમ' હેઠળ લાવવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ જેવી કટોકટીમાં પણ રસોઈ ગેસનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. PNG વાપરવાથી યુઝર્સને સિલિન્ડર બુકિંગ કે રિફિલિંગની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને તે LPG કરતા સસ્તું પણ પડશે.
LPG સિલિન્ડર રાખવું હવે ગેરકાયદેસર ?
પેટ્રોલિયમ મંત્રાલયના તાજેતરના આદેશ મુજબ, જે ઘરોમાં PNG કનેક્શન એક્ટિવ છે, તેમણે તેમનું LPG સિલિન્ડર સરન્ડર કરવું પડશે. PNG યુઝર્સ માટે LPG રાખવું હવે ગેરકાયદેસર ગણાશે. સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં LPG બુકિંગ માટે લોક-ઇન પિરિયડ પણ વધારવામાં આવ્યો છે, જેથી ગેસના વપરાશને નિયંત્રિત કરી શકાય.
સામાન્ય નાગરિકોના મનમાં થતા પ્રશ્નો :
ક્યારે પરત કરવો પડશે સિલિન્ડર? જ્યારે તમારા વિસ્તારમાં પાઇપલાઇન સક્રિય થાય અને તમને સત્તાવાર નોટિસ મળે, ત્યારથી 3 મહિનાનો સમય મળશે.
જો પાઇપલાઇન શક્ય ન હોય તો? જે વિસ્તારોમાં ભૌગોલિક કે ટેકનિકલ કારણોસર પાઇપલાઇન પહોંચી શકે તેમ નથી, ત્યાં LPG સપ્લાય પહેલાની જેમ ચાલુ રહેશે.
સરકારના આ કડક પગલાનો હેતુ દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને આધુનિક ઈંધણ વ્યવસ્થા તરફ આગળ વધવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?