હવે ‘ઝીરો’ માર્ક્સ હશે તો પણ બનાશે ડોક્ટર?
NEET PGમાં ખાલી બેઠકો ભરવા સરકારની નવી રણનીતિ; નેગેટિવ સ્કોર વાળા પણ આપી શકશે ચોઈસ.

ખાલી બેઠકો ભરવા સરકારની નવી રણનીતિ

ખાલી બેઠકો ભરવા સરકારની નવી રણનીતિ
NEET PG 2025-26 માટે રિવાઈઝ્ડ શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. રિવાઈઝ્ડ શિડ્યુલ જાહેર થતા જ ચર્ચાઓએ વેગ લીધો હતો. મેડિકલ કાઉન્સિલિંગ કમિટી(MCC) દ્વારા નવા શિડ્યુલમાં ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ ઘટાડીને ‘શૂન્ય’ કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઐતિહાસિક નિર્ણયને પગલે હવે એવા ઉમેદવારો પણ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે જેમના ગુણ અત્યંત ઓછા કે નેગેટિવ છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBEMS) દ્વારા લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મેડિકલ કોલેજોમાં ખાલી રહેતી બેઠકોને ભરવાનો છે.
રજીસ્ટ્રેશન અને પ્રક્રિયાની વિગતો
નવા શિડ્યુલ મુજબ, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 15 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકી છે અને ઉમેદવારો 26 જાન્યુઆરી સુધી mcc.nic.in પર અરજી કરી શકશે. ચોઈસ ફિલિંગ અને લોકિંગની પ્રક્રિયા 16થી 26 જાન્યુઆરી દરમિયાન ચાલશે. બેઠક ફાળવણીનું પરિણામ 29 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ જે ઉમેદવારોને બેઠક મળશે તેમણે 30 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન સંબંધિત કોલેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે રિપોર્ટિંગ કરવાનું રહેશે.
ઝીરો કટ-ઓફનો વિવાદ:
સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ લેવાયેલા આ નિર્ણયથી સર્ટીફાઈડ કેટેગરી માટે કટઓફ માર્ક્સ ઓછા કરવામાં આવ્યા છે. કુલ 800 માર્ક્સમાંથી હવે જનરલ/EWS કેટેગરી માટે ઘટીને 103 માર્ક્સ આસપાસ અને SC/ST/OBC માટે તો -40 (નેગેટિવ) માર્ક્સ પર પણ ઉમેદવારો પાત્ર બન્યા છે.

જોકે, બેઠકોની ફાળવણી તો મેરિટ અને રેન્કના આધારે જ થશે, પરંતુ આ ફેરફારથી મોપ-અપ રાઉન્ડમાં વધુ ઉમેદવારો ઉપલબ્ધ થશે. નિષ્ણાતો માને છે કે આનાથી પીજી સીટ્સનો બગાડ અટકશે.
ડોક્ટરો અને લોકોનો પ્રતિસાદ:
આ નિર્ણયને લઈને મેડિકલ જગતમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ઘણા સિનિયર ડોક્ટરો અને IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન)ના સભ્યોએ ચિંતા વ્યક્ત કરી છે કે ઝીરો પર્સન્ટાઈલથી મેડિકલ શિક્ષણની ગુણવત્તા પર અસર પડી શકે છે.
કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, "જો અત્યંત ઓછા ગુણ ધરાવતા વિદ્યાર્થીઓ સ્પેશિયાલિસ્ટ બનશે, તો તે સ્વાસ્થ્ય સેવાઓ માટે ચિંતાજનક હોઈ શકે છે." બીજી તરફ, ખાનગી મેડિકલ કોલેજ સંચાલકોએ આને આવકાર્યો છે કારણ કે દર વર્ષે હજારો બેઠકો ખાલી રહેતી હતી, જે હવે ભરાશે.
ભવિષ્યની રૂપરેખા:
રાઉન્ડ 3 પછી પણ જો બેઠકો ખાલી રહેશે તો 'સ્ટ્રે વેકેન્સી' (Stray Vacancy) રાઉન્ડ યોજવામાં આવશે. મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઇન-સર્વિસ ઉમેદવારો માટે 19 જાન્યુઆરીથી અલગ શિડ્યુલ શરૂ થશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સતત ઓફિશિયલ વેબસાઈટ પર નજર રાખે અને રિપોર્ટિંગ માટે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.