વાયરલ વીડિયોએ લીધો જીવ: કેરળમાં યુવકની આત્મહત્યા
ઈન્ફ્લુએન્ઝરે બસમાં છેડતીનો આરોપ લગાવી વીડિયો મૂક્યો, બદનામીના ડરે યુવકે ફાંસો ખાધો.

કેરળમાં યુવકની આત્મહત્યા

કેરળમાં યુવકની આત્મહત્યા
કેરળના કોઝિકોડમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયા પર જાહેરમાં થયેલા અપમાનથી વ્યથિત થઈને 42 વર્ષીય દીપક નામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
એક મહિલા ઈન્ફ્લુએન્ઝરે બસમાં મુસાફરી દરમિયાન દીપક પર છેડતીનો આરોપ લગાવી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેના થોડા જ કલાકોમાં આ કરુણ અંજામ આવ્યો છે.
મળતી માહિતી મુજબ, દીપક એક ટેક્સટાઈલ ફર્મમાં કામ કરતો હતો. શુક્રવારે કન્નુરથી પરત ફરતી વખતે બસમાં ભીડનો લાભ લઈને તેણે છેડતી કરી હોવાનો દાવો એક મહિલા ઈન્ફ્લુએન્ઝરે કર્યો હતો. આ મહિલાએ દીપકનો વીડિયો શૂટ કરીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો, જે ગણતરીના કલાકોમાં 20 લાખથી વધુ લોકોએ જોયો હતો. વીડિયો વાયરલ થતા જ દીપક આઘાતમાં સરી પડ્યો હતો અને રવિવારે સવારે તે પોતાના રૂમમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
દીપકના પરિવારજનોનો દાવો છે કે તે નિર્દોષ હતો અને સોશિયલ મીડિયા પર થયેલી બદનામી તે સહન કરી શક્યો નહીં. પરિવારે જણાવ્યું કે વીડિયો વાયરલ થયા બાદ તેણે બે દિવસથી અન્નનો દાણો પણ લીધો ન હતો.
આ ઘટના બાદ ઈન્ફ્લુએન્ઝરે વીડિયો ડિલીટ કરી દીધો છે, પરંતુ હવે તેની સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની માંગ ઉઠી રહી છે. દીપકના પિતાએ ન્યાય માટે મુખ્યમંત્રી પિનારાયી વિજયનને ફરિયાદ કરવાની જાહેરાત કરી છે.
આ કિસ્સાએ સોશિયલ મીડિયા પર થતા 'ઇન્સ્ટન્ટ જસ્ટિસ' અને તેના ગંભીર પરિણામો પર ફરી એકવાર મોટી ચર્ચા જગાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ