દિલ્હી સરકારનો મોટો નિર્ણય, 15 વર્ષ જૂના વાહનોને હવે નહી મળે પેટ્રોલ ડિઝલ
દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પ્રદૂષણ રોકવા માટે મોટો નિર્ણય લીધો

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પ્રદૂષણ રોકવા માટે મોટો નિર્ણય લીધો

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પ્રદૂષણ રોકવા માટે મોટો નિર્ણય લીધો
દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પ્રદૂષણ અટકાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, દિલ્હીમાં 15 વર્ષ જૂના વાહનોને 1 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલ મળવાનું બંધ થઈ જશે. સિરસાએ દિલ્હીના પ્રદૂષણ અંગે અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રદૂષણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા.
સિરસાએ બેઠક બાદ કહ્યું કે, 15 વર્ષ જૂના વાહનો જે પ્રદૂષણ વધારે છે તેમને દિલ્હીના કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ મળશે નહીં. તેમણે આ માટેની છેલ્લી તારીખ પણ જણાવી. તેમણે કહ્યું કે, 31 માર્ચ પછી 15 વર્ષ જૂના વાહનોને ઇંધણ મળવાનું બંધ થઈ જશે. આ સાથે, એક ટીમ પણ બનાવવામાં આવશે જે 15 વર્ષ જૂના વાહનોની શોધ કરશે અને તેમને દિલ્હીની બહાર કાઢશે. તેમણે કહ્યું કે, અમે પેટ્રોલ પંપ પર એવા ગેજેટ્સ પણ લગાવીશું જે 15 વર્ષથી જૂના વાહનોની ઓળખ કરશે અને તેમને પેટ્રોલ-ડીઝલ નહીં આપે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ