યુવકે લેમ્બોર્ગિનીથી શ્રમિકોને કચડ્યાં, ઝડપાયો તો પૂછ્યું- કોઈ મરી ગયું?
ઉત્તર પ્રદેશના નોઇડામાં રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો

ટેસ્ટ ડ્રાઇવ લેતા સમયે થયો અકસ્માત

ટેસ્ટ ડ્રાઇવ લેતા સમયે થયો અકસ્માત
ઉત્તર પ્રદેશના નોઇડામાં રવિવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. નોઇડા સેક્ટર 126માં સાંજે લેમ્બોર્ગિની કાર ડ્રાઇવરે ફૂટપાથ પર બેઠેલા બે શ્રમિકોને કચડી નાંખ્યા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વળી, ઘટનાસ્થળે જ્યારે લોકોએ ડ્રાઇવરને રોક્યો અને પોલીસને બોલાવવાની વાત કરી તો જાણે તેને કોઈનો ડર જ ન હોય તેમ ખૂબ જ આરામથી લોકોને પૂછી રહ્યો છે કે, શું કોઈ મરી ગયું?
લેમ્બોર્ગિની કાર દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ લોકોએ ડ્રાઇવરને ઘેરી લીધો હતો. જ્યારે લોકોએ કહ્યું, તને બહુ સ્ટંટબાજી કરવી છે? તો દીપક નામનો આરોપી કારની અંદરથી ખૂબ જ આરામથી બહાર આવ્યો ત્યારે લોકોએ પૂછ્યું તને ખબર છે કેટલાં લોકોના મોત થયા? આ સાંભળીને આરોપી સામે લોકોને પૂછે છે કે, શું કોઈ મરી ગયું? મેં થોડી જ રેસ આપી હતી.
આ અકસ્માતનો અમુક સેકન્ડનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, અકસ્માત બાદ કાર ડિવાઇડર પર ચઢી ગઈ છે અને ડ્રાઇવર અંદર જ બેઠો છે. બાદમાં એક વ્યક્તિ ગેટ ખોલાવીને ડ્રાઇવરને પૂછે છે કે, તને ખબર છે અકસ્માતમાં કેટલાં લોકો મરી ગયા? જેના જવાબમાં આરોપી પૂછે છે કે, શું કોઈ મરી ગયું? કારની બહારનો વ્યક્તિ ડ્રાઇવરને સ્ટંટ કરવાની વાત કહી તો, આરોપીએ રેસ માટે એક્સીલેટર વધારવાની વાતની કબૂલાત કરી હતી.
પોલીસનું કહેવું છે કે, દીપક ગાડી ખરીદ-વેચાણ માટે બ્રોકરનું કામ કરે છે. એક વ્યક્તિ માટે લેમ્બોર્ગિની ખરીદવાની હતી. જ્યારે આરોપી ટેસ્ટ ડ્રાઇવ કરતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, અચાનક ગાડી બેકાબૂ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, જે લેમ્બોર્ગિનીથી કાર અકસ્માત થયો છે, ભારતમાં તેની કિંમત 4 થી 9 કરોડ રૂપિયા છે. હાલ, કારની કિંમત અને તેનો માલિક કોણ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ