ઉન્નાવ કેસ: કુલદીપ સેંગરના જામીન પર સ્ટે
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને અટકાવ્યો; પૂર્વ ધારાસભ્ય સેંગર હવે જેલમાં જ રહેશે

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
જસ્ટિસની બેન્ચે કુલદીપ સિંહ સેંગરના વકીલોને સખત શબ્દોમાં ફિટકાર લગાવતા કહ્યું કે, "તમે આડી-અવળી વાતો કરવાને બદલે જામીન કેમ ચાલુ રાખવા જોઈએ તેનું યોગ્ય કારણ જણાવો." કોર્ટે હાલ પૂરતો હાઈકોર્ટના જામીન આદેશ પર સ્ટે આપી દીધો છે અને આ મામલે વધુ સુનાવણી 4 અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી સેંગરે જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.
CBI અને તુષાર મહેતાની દલીલો: CBI તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસને અત્યંત 'ભયાનક' ગણાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જ્યારે આ ઘટના બની ત્યારે પીડિતા માત્ર 15 વર્ષની હતી, એટલે કે આ સીધો પોક્સો (POCSO) એક્ટ હેઠળનો ગંભીર ગુનો છે. હાઈકોર્ટે આટલા ગંભીર ગુનામાં અને સાબિત થયેલા દોષમાં જામીન આપીને નરમાશ દાખવી છે, જે યોગ્ય નથી.
શું હતો સમગ્ર ઉન્નાવ કેસ? આ કેસ ભારતના રાજકારણ અને અપરાધની મિલીભગતનો સૌથી કાળો અધ્યાય ગણાય છે:
શરૂઆત: 2017માં ઉન્નાવની સગીરાએ તત્કાલીન ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર પર નોકરીના બહાને દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.
ન્યાય માટે સંઘર્ષ: પીડિતાએ ન્યાય માટે લખનૌમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર આત્મહત્યાનો પ્રયાસ કરવો પડ્યો હતો. ત્યારબાદ તેના પિતાનું પોલીસ કસ્ટડીમાં રહસ્યમય મૃત્યુ થયું હતું.
જીવલેણ હુમલો: જુલાઈ 2019માં પીડિતાની કારને ટ્રક સાથે એક્સિડન્ટ કરાવી તેને ખતમ કરવાનો પ્રયાસ થયો, જેમાં તેના બે સંબંધીઓના મોત થયા હતા.
સજા અને જામીનનો વિવાદ: ડિસેમ્બર 2019માં દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, ડિસેમ્બર 2025માં દિલ્હી હાઈકોર્ટે તેને શરતી જામીન આપતા ભારે વિવાદ સર્જાયો હતો. હવે સુપ્રીમ કોર્ટે આ જામીન પર રોક લગાવીને કાયદાનું શાસન સર્વોપરી હોવાનો સંદેશ આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ