ઉદયપુર: IT કંપનીના CEO સહિત 3ની દુષ્કર્મમાં ધરપકડ
બર્થડે પાર્ટી બાદ મહિલા મેનેજર સાથે ગેંગરેપ, કારના ડેશકેમ રેકોર્ડિંગે ખોલી આરોપીઓની પોલ

કારમાં ગેંગરેપ

કારમાં ગેંગરેપ
રાજસ્થાનના ઉદયપુરમાંથી માનવતાને શરમાવે તેવી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી આઈટી કંપનીના ઉચ્ચ અધિકારીઓએ પોતાની જ મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પોલીસે કંપનીના સીઈઓ (CEO) સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાર્ટી બાદ આચરવામાં આવ્યું પાશવી કૃત્ય :
ઘટનાની વિગતો મુજબ, ઉદયપુરના શોભાગપુરા વિસ્તારની એક હોટલમાં કંપનીના સીઈઓનો જન્મદિવસ અને નવા વર્ષની ઉજવણી માટે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે પાર્ટી પૂર્ણ થયા બાદ પીડિતાની તબિયત લથડી હતી. આ દરમિયાન કંપનીની મહિલા એક્ઝિક્યુટિવ હેડ અને તેના પતિએ પીડિતાને ઘરે છોડવાના બહાને બળજબરીથી કારમાં બેસાડી હતી. કારમાં સીઈઓ પહેલેથી જ હાજર હતા. રસ્તામાં પીડિતાને નશાકારક પદાર્થ આપી બેભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
ડેશકેમ બન્યો સૌથી મોટો પુરાવો :
આ સમગ્ર કેસમાં સૌથી મહત્ત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસને કારના ડેશકેમ (Dashcam) માંથી ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ મળી આવ્યું. આ ડિજિટલ પુરાવાએ આરોપીઓના ગુનાની પુષ્ટિ કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. પીડિતાના મેડિકલ રિપોર્ટમાં પણ શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે, જે ગુનાની ગંભીરતા દર્શાવે છે.
પોલીસ કાર્યવાહી અને તપાસ :
જિલ્લા પોલીસ વડાએ આ કેસની તપાસ માટે ખાસ ટીમની રચના કરી છે. પોલીસે સીઈઓ જીતેશ, એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા અને તેના પતિ ગૌરવની ધરપકડ કરી છે. હાલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઘટનાએ કોર્પોરેટ જગતમાં મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ