કર્ણાટક અને તામિલનાડુમાં બે ગમખ્વાર માર્ગ અકસ્માત
કર્ણાટકમાં સ્લીપર બસમાં આગ, 10થી વધુ મોત; તામિલનાડુમાં બસ-કાર અકસ્માતે 9નાં મોત

કર્ણાટક તામિલનાડુ માર્ગ અકસ્માત

કર્ણાટક તામિલનાડુ માર્ગ અકસ્માત
ભારતના દક્ષિણ રાજ્યો કર્ણાટક અને તામિલનાડુમાં બુધવારે રાત્રે બે ભયાનક માર્ગ અકસ્માતો સર્જાયા છે, જેમાં કુલ 20થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ચિત્રદુર્ગમાં સ્લીપર બસમાં ભીષણ આગ :
કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં નેશનલ હાઈવે-48 પર હિરિયૂર પાસે મોડી રાત્રે એક ખાનગી સ્લીપર બસ અને ટ્રક વચ્ચે ગંભીર ટક્કર થઈ હતી. બેંગલુરુથી ગોકર્ણ જઈ રહેલી આ બસ સાથે ટ્રક અથડાતા જ ડિઝલ ટેન્કમાં બ્લાસ્ટ થયો અને જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. અકસ્માત સમયે મુસાફરો ગાઢ નિદ્રામાં હોવાથી તેમને બચવાની તક મળી નહોતી. પ્રાથમિક અહેવાલો મુજબ 10 થી 17 મુસાફરો જીવતા ભૂંજાયા હોવાની આશંકા છે. મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે ઓળખ માટે DNA ટેસ્ટની મદદ લેવામાં આવશે. પીએમ મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરીને મૃતકોના પરિજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે.
તામિલનાડુના કડલૂરમાં ટાયર ફાટતા અકસ્માત :
બીજી તરફ તામિલનાડુના કડલૂર જિલ્લામાં પણ એક કરુણ અકસ્માત સર્જાયો હતો. તિરુચિરાપલ્લીથી ચેન્નઈ જઈ રહેલી સરકારી બસનું ટાયર ફાટવાને કારણે તે અનિયંત્રિત થઈ ડિવાઈડર કુદી સામેની લેનમાં આવી ગઈ હતી. બસે સામેથી આવતી બે કારને અડફેટે લેતા 9 લોકોના મોત થયા છે, જેમાં પાંચ પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને મૃતકોના પરિવારજનોને 3-3 લાખ રૂપિયાની રાહત રકમ આપવાની જાહેરાત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ