દક્ષિણ ભારતમાં બે વાવાઝોડા, ભારે વરસાદનો ખતરો
દિતવા વાવાઝોડું મજબૂત, સેન્યારની જોડ અસરથી તમિલનાડુથી તેલંગાણા સુધી એલર્ટ

દક્ષિણ ભારત વાવાઝોડું જોખમ

દક્ષિણ ભારત વાવાઝોડું જોખમ
દક્ષિણ ભારતના દરિયાકાંઠાના રાજ્યો પર એકસાથે બે વાવાઝોડાને કારણે ગંભીર હવામાન સંકટ ઊભું થયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બની દિતવા વાવાઝોડામાં ફેરવાયું છે. બીજી તરફ, નબળું પડતું સેન્યાર વાવાઝોડું પણ પોતાના ભેજવાળા તંત્ર દ્વારા દિતવાને શક્તિ પૂરી પાડી રહ્યું છે, જેના કારણે ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા વધી ગઈ છે.
હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે પ્રી-સાયક્લોન એલર્ટ જાહેર કર્યું છે. બે વાવાઝોડાની સંયુક્ત અસરથી ચાર રાજ્યોમાં ભારે થી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યવાર વરસાદની આગાહી :
તમિલનાડુમાં 27 થી 30 નવેમ્બર દરમિયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં 28 અને 29 નવેમ્બરે કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે, જ્યારે 30 નવેમ્બરે વરસાદની તીવ્રતા વધુ રહેવાની આશંકા છે. કેરળમાં 27 થી 29 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ કર્ણાટકમાં 29 નવેમ્બરે ભારે વરસાદ, જ્યારે તેલંગાણામાં 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે વરસાદની શક્યતા છે.
દિતવા વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક પહોંચવાની શક્યતા છે. સેન્યાર ભલે કમજોર બન્યું હોય, પરંતુ તેનું ભેજવાળું તંત્ર વરસાદની તીવ્રતા વધારી શકે છે.
શ્રીલંકામાં ગંભીર અસર :
આ જ લો-પ્રેશર સિસ્ટમને કારણે શ્રીલંકામાં ભારે નુકસાન થયું છે. સતત વરસાદથી આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધી 47 લોકોના મોત થયાની માહિતી છે. સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને દેશભરમાં શાળાઓ તથા કોલેજો બંધ રાખવામાં આવી છે. ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ્સને ભારતના ત્રિવેન્દ્રમ અથવા કોચીન એરપોર્ટ પર ઉતારવાની તૈયારી છે. આ સ્થિતિ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ગંભીર ચેતવણીરૂપ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ