PM મોદી ફેબ્રુઆરીમાં જઇ શકે છે અમેરિકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઇ શકે છે. આ જાણકારી ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે

ટ્રમ્પ અને પીએમ મોદી સાથે વાતચીત પણ થઇ છે

ટ્રમ્પ અને પીએમ મોદી સાથે વાતચીત પણ થઇ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં અમેરિકા જઇ શકે છે. આ જાણકારી ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોસ્ટ કરીને જણાવ્યું કે પીએમ મોદી ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસની મુલાકાત લઇ શકે છે. ટ્રમ્પ અને પીએમ મોદી સાથે વાતચીત પણ થઇ છે. ટ્રમ્પે કહ્યું કે, મારી ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાંબી વાતચીત થઇ. તે આવતા મહિને ફેબ્રુઆરીમાં વ્હાઇટ હાઉસ આવી શકે છે. ભારત સાથે અમારા સારા સંબંધ છે.
મહત્ત્વપૂર્ણ છે કે પીએમ મોદીએ જ્યારે 7 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પ સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન ટ્રમ્પે PM મોદીની પ્રશંસા કરતા કહ્યું કે દુનિયા તેમને પ્રેમ કરે છે.ટ્રમ્પે કહ્યું હતું કે ભારત એક શાનદાર દેશ છે અને તે પીએમ મોદી અને ભારતને સાચો મિત્ર ગણે છે. બન્ને નેતા વિશ્વશાંતિ માટે મળીને કામ કરવા પર સહમત થયા હતા.
જ્યારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, પીએમ મોદીએ કહ્યું: "મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવાનો આનંદ થયો. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ તેમને અભિનંદન. અમે પરસ્પર લાભદાયી અને વિશ્વસનીય ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું, 'આપણે આપણા લોકોના કલ્યાણ અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.'
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ