ગુજરાતમાં અન્ન સુરક્ષાની વાસ્તવિકતા: NFSAના 10 વર્ષ બાદ પણ કુપોષણ અને ખાદ્ય અસુરક્ષા યથાવત.
દાહોદ-પંચમહાલમાં બાળકોમાં કુપોષણનો ઊંચો દર: NFHS-5 અને ASAA સર્વેક્ષણના ચોંકાવનારા ખુલાસા.

ગુજરાતમાં ભૂખ અને કુપોષણ સામે ASAAની કાનૂની લડતની તૈયારી

ગુજરાતમાં ભૂખ અને કુપોષણ સામે ASAAની કાનૂની લડતની તૈયારી
અન્ન સુરક્ષા અધિકાર અભિયાન(ગુજરાત) એ 2025 માં ખાદ્ય સુરક્ષા સર્વેક્ષણ કર્યું હતું. ગુજરાતમાં NFSAના અમલીકરણના 10 વર્ષ બાદ આ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. રાજ્યના 4 જિલ્લાઓને આ સર્વેક્ષણમાં આવરીલેવામાં આવ્યો છે જેમાં દાહોદ, પંચમહાલ, મોરબી અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે. સ્થળાંતરિત કામદારોની અન્ન સુરક્ષા, ડિજિટાઇઝેશનની મુખ્ય તકલીફો, વંચિત સમુદાયોને અન્ન અંગેની સમસ્યાઓ,આંગણવાડી (ICDS), મધ્યાહન ભોજન યોજના વગેરે માટેની NFSA ની બજેટ ફાળવણી જેવી બાબતો પર આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. શું છે આ NFSA ? અને આ સર્વેક્ષણના પરિણામો શું મળી આવ્યા ? સંપૂર્ણ માહિતી આ અહેવાલમાં મેળવીશું.
શું છે NFSA ?
ભારત સરકાર દ્વારા NFSA (રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો) 2013 માં લાવવામાં આવ્યો હતો. માનવ જીવન ચક્ર અભિગમમાં પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અન્નની પૂરતી માત્રામાં સુલભતા સુનિશ્ચિત કરીને લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી અને તેની સાથે જોડાયેલ બાબતો.રાજય સરકારે 1લી એપ્રિલ, 2016 થી સમગ્ર રાજયમાં આ કાયદાનો શુભારંભ કરેલ છે. આ કાયદામાં બે પ્રકારના લાભાર્થીઓને લાભ મળે છે જેમાં
"અંત્યોદય અન્ન યોજના” હેઠળના તમામ કાર્ડધારકો(AAY) અને “અગ્રતા ધરાવતા કુટુંબો"(PHH) નો સમાવેશ થાય છે.
શું છે અન્ન સુરક્ષા અધિકાર અભિયાન(ગુજરાત) ASAA ?
રાજ્યમાં વિવિધ સામાજિક ક્ષેત્રે સમાજના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓએ સાથે મળીને આ અન્ન સુરક્ષા અધિકાર અભિયાન ચલાવે છે. આ અભિયાનમાં જાહેર વિતરણ વ્યવસ્થા (PDS), આંગણવાડી સેવાઓ અને મધ્યાહન ભોજન સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ ઝુંબેશ 2003 થી સક્રિય છે, જે ખાદ્ય સુરક્ષા અને કુપોષણના મુદ્દાઓને સંબોધિત કરે છે, ખાસ કરીને સીમાંત વસ્તી ધરાવતા વિસ્તારોમાં.
ખાદ્ય સુરક્ષા સર્વેક્ષણ :
અન્ન સુરક્ષા અધિકાર અભિયાન(ગુજરાત) એ 2025 માં ખાદ્ય સુરક્ષા સર્વેક્ષણ કર્યું હતું. જેમાં ASAA ના અગ્રણી એવા સેજલ દંડ અને બેંગ્લોરેની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રો. દીપા સિન્હા દ્વારા આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના અમલીકરણના 10 વર્ષ બાદ, રાજ્યના 4 જિલ્લાઓમાં આ સર્વેક્ષણમાં કરવામાં આવ્યું છે. જેમાં દાહોદ, પંચમહાલ, મોરબી અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ સર્વેક્ષણમાં કુલ 1261 પરિવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચાર જિલ્લાઓના 105 ગામોમાં PALS ટૂલ પદ્ધતિ હાથ ધરવામાં આવી હતી જેમાં 1326 લોકો સહભાગી થયા હતા. ખાદ્ય સુરક્ષા સર્વેક્ષણમાં સ્થળાંતરિત કામદારોની અન્ન સુરક્ષા, ડિજિટાઇઝેશનની મુખ્ય તકલીફો, વંચિત સમુદાયોને અન્ન અંગેની સમસ્યાઓ,આંગણવાડી (ICDS), મધ્યાહન ભોજન યોજના વગેરે માટેની NFSA ની બજેટ ફાળવણી જેવી બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
ખોરાક બાબતે :
સર્વેક્ષણમાં જાણવા મળ્યુ હતું કે, આ જિલ્લાઓમાં સરેરાશ 75% પરિવારને ખોરાક બાબતે થોડાક સંતોષ છે પરંતુ તેમને મળતા ખોરાકની ગુણવત્તા ખરાબ છે. રેશન કાર્ડ ધારક 21% પરિવારનું કહે છે કે, તેમને દર મહિને નિર્ધારિત કરતાં ઓછા અનાજ-દાળ મળે છે. સરવેમાં ચાર જિલ્લાના 1261 પરિવાર શામેલ હતા. મહિલા, દિવ્યાંગ, વૃદ્ધો, આદિવાસી,ઓબીસી, એસસી સમુદાયના લોકો શામેલ હતા.
પાણી બાબતે :
સર્વે મુજબ, આ ચાર જિલ્લામાં 47% ઘરોમાં ટેપ વોટર (નળનું પાણી) જ પીવાના પાણીનો મુખ્ય સ્રોત હતો. જ્યારે 33.3% ઘરોમાં પીવાના પાણીનો મુખ્ય સ્રોત હેન્ડપંપ અને 18% પરિવારમાં બોરવેલ મુખ્ય સ્ત્રોત હતો.જયારે ભૂખમરામાં જીવતા પરિવાર 12%,થોડાક સંતોષ પરંતુ ખરાબ ખોરાક મેળવતા પરિવાર 75% અને ખાદ્ય સુરક્ષિત પરિવાર 13% છે.
પેન્શન બાબતે :
આ બાબતે સર્વે કરતા એક મહિલાવાળા 423 પરિવારમાંથી 61% એટલે કે 259 પરિવારમાં જ વિધવા/એકલી મહિલાને પેન્શન અને 9%ને વૃદ્ધાવસ્થા પેન્શન મળે છે.એટલે કે 4 જિલ્લામાં વિધવા પેન્શન ક્વરેજ 70% છે. જ્યારે વૃદ્ધ પરિવારોમાં પેન્શન કવરેજ 52% છે એટલે 48% પેન્શન કવરેજ નથી. જ્યારે માત્ર 35% ખેતી કરતા પરિવારોએ પીએમ-કિસાન હક્ક મેળવ્યો છે.
ASAA ના અગ્રણી એવા સેજલબેન દંડ સાથે આ સર્વેક્ષણ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, NHFS- 5 ની એક રિપોર્ટ અનુસાર દાહોદમાં લગભગ 53% અને પંચમહાલ જિલ્લામાં પણ લગભગ 51.9% બાળકો ઓછા વજનવાળા છે. જે તેને કુપોષણના દુષ્પ્રભાવો વાળા સૌથી ખરાબ 10 જિલ્લાઓમાં સ્થાન આપે છે. અને અન્ન સુરક્ષા અધિકાર અભિયાન(ગુજરાત) એ જ્યાં સુધી ભૂખ અને કુપોષણ ગુજરાતના દરેક સમાજ માટે ચિંતાનો વિષય ન બને ત્યાં સુધી સિસ્ટમ સામે કાનૂની લડત લડવા પણ તૈયર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ