કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ UPSCના ચેરમેને રાજીનામું ધરી દેતાં તર્કવિતર્ક, સામે આવ્યું આ કારણ
UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનો કાર્યકાળ 2029માં સમાપ્ત થવાનો હતો.

manoj soni

manoj soni
UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા જ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જાણકારી પ્રમાણે જૂનના છેલ્લા સપ્તાહમાં તેમણે રાજીનામું આપ્યું હતું.
રાજીનામું આપતાં મનોજ સોની પર શરૂ થયો વિવાદ
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી પૂજા ખેડકરને કારણે UPSC સિસ્ટમ પ્રણાલી પર સવાલ થઈ રહ્યા છે. જેમાં ખોટા પ્રમાણપત્રોને આધારે તેણે પરીક્ષા આપી હતી. ત્યારે અચાનક UPSCના અધ્યક્ષ મનોજ સોનીએ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલો તેમના અંગત જીવન સાથે જોડાયેલો છે. મનોજ સોની ગુજરાતમાં સ્વામીનારાયણ સંપ્રદાયની એક શાખા અનુપમ મિશનને વધારે સમય આપવા માંગતા હોવાનું રાજીનામું આપ્યું છે.
કોણ છે મનોજ સોની
મૂળ ગુજરાતના મનોજ સોની 16મે 2023માં UPSCના અધ્યક્ષ બન્યા હતા. તેઓ વડોદરાના એમએસ યુનિવસિર્ટીના કુલપતિ પણ રહી ચુક્યા છે. જ્યારે તેઓ કુલપતિ બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 40 વર્ષની હતી. વર્ષ 2005મા તેઓ દેશના સૌથી નાની ઉંમરના કુલપતિ હતા.
ગુજરાતની બે યુનિવસિર્ટીમાં રહી ચુક્યા છે કુલપતિ
જો કે આ સાથે મનોજ સોની પર અનેક વિવાદ પણ થઈ ચુક્યા છે. ત્યારે તેમને કુલપતિ બનાવવામાં આવ્યા ત્યારે એવી વાતો પણ સામે આવી હતી કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના છે અને તેમણે જ વડોદરાની એમએસ યુનિવસિર્ટીના કુલપતિ તરીકે તેમની નિમણૂક કરાવી હતી. રાહુલ ગાંધીએ મનોજ સોનીને કુલપતિ બનાવતાં તેમણે સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની જગ્યાએ યુનિયન પ્રચારક સંઘ કમિશન બનાવી દેવું જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?