દરગાહ પાસે દીવાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવો કરવા મદ્રાસ હાઈકોર્ટની મંજૂરીને વિજય સરકારે સુપ્રીમમા પડકારી

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ફાઈલ તસવીર

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ફાઈલ તસવીર
તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. તિરુપ્પરંકુન્દ્રમ ટેકરીઓ પર પથ્થરના સ્તંભ પર દેવતાઓની પૂજા માટે દીવા પ્રગટાવવાના સિંગલ જજની બેન્ચના નિર્દેશને સમર્થન આપવામાં આવ્યું હતું. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે આ વર્ષે 7 જાન્યુઆરીએ આ આદેશ જારી કર્યો હતો, જેમાં જિલ્લા વહીવટીતંત્રને દરગાહથી માત્ર 15 મીટર દૂર સ્થિત આ સ્તંભ પર નિયંત્રિત રીતે દીવા પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવી હતી. સરકારે હવે આ પરંપરાગત આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે.
તમિલનાડુ સરકારે તિરુપરંકુન્દ્રમ ટેકરી પર દીવા પ્રગટાવવાની મંજૂરી આપતા મદ્રાસ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સી. જોસેફ વિજયની આગેવાની હેઠળની રાજ્ય સરકારે 11 જૂને તમિલનાડુ સરકારના વકીલ બી. કરુણાકરણ દ્વારા અરજી દાખલ કરી હતી.
વકીલે પુષ્ટિ આપી હતી કે, મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચના 6 જાન્યુઆરીના આદેશને તમિલનાડુ સરકાર દ્વારા પડકારવામા આવ્યો છે. જેણે 1 ડિસેમ્બર, 2025ના સિંગલ બેન્ચના નિર્ણયને સમર્થન આપ્યું હતું. તે આદેશમાં કહેવામાં આવ્યું હતું કે તહેવારના દિવસે પરંપરાગત રીતે દીવા પ્રગટાવવામાં આવશે.
પીટીઆઈના અહેવાલ મુજબ, હાઈકોર્ટે 6 જાન્યુઆરીના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આ ધાર્મિક પ્રથા અંગે ઉઠાવવામાં આવેલી કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓ ફક્ત કાલ્પનિક છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, જ્યાં પથ્થરનો સ્તંભ (દીપસ્થંભ/દીપથૂન) સ્થિત છે તે સ્થળ શ્રી સુબ્રમણ્યમ સ્વામી મંદિરની મિલકત છે અને હાલમાં વક્ફ બોર્ડ પાસે આ બાબત પર કોઈ અધિકારક્ષેત્રમાં નથી.
હાઈકોર્ટે ટિપ્પણી કરી કે, "એ માનવું મુશ્કેલ અને હાસ્યાસ્પદ છે કે તેના અધિકારક્ષેત્રમાં આવતી મંદિરની જમીન પર વર્ષના ચોક્કસ દિવસે મંદિરના પ્રતિનિધિઓ દ્વારા દીવા પ્રગટાવવાથી જાહેર શાંતિ ખલેલ પહોંચે છે." હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે, આ ફક્ત ત્યારે જ થઈ શકે છે. જો આવી અશાંતિ રાજ્ય દ્વારા જ પ્રાયોજિત કરવામાં આવે. "અમે પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પણ રાજ્ય રાજકીય હેતુઓ માટે આ સ્તરે ન જાય."
આ કેસ રામ રવિકુમાર અને અન્ય લોકો દ્વારા વાર્ષિક કાર્તિગાઈ દીપમ ઉત્સવ દરમિયાન તિરુપરંકુન્દ્રમ ટેકરી પર સ્થિત પ્રાચીન પથ્થરના સ્તંભ પર પવિત્ર દીવા પ્રગટાવવાની પરવાનગી માંગતી અરજી સાથે સંબંધિત છે. 1 ડિસેમ્બર, 2025 ના રોજ એક જ ન્યાયાધીશે અરજી સ્વીકારી અને ઉત્સવના દિવસે દીવા પ્રગટાવવાનો આદેશ આપ્યો.
તત્કાલીન ડીએમકે સરકાર, મંદિર મેનેજમેન્ટ અને તિરુપરકુંદ્રમમાં હઝરત સુલતાન સિકંદર બધુશા ઔલિયા દરગાહે આ આદેશ સામે અપીલ દાખલ કરી હતી. જાહેર હુકમનો હવાલો આપતાં રાજ્ય સરકારે દલીલ કરી હતી કે, દરગાહની નજીક ટેકરીની ટોચ પર દીવા પ્રગટાવવાથી સાંપ્રદાયિક તણાવ વધી શકે છે.
હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે તેના આદેશમાં એમ પણ કહ્યું હતું કે, વકફ બોર્ડ પાસે આ મામલે કોઈ અધિકારક્ષેત્ર નથી. સુનાવણી દરમિયાન, વકફ બોર્ડે દાવો કર્યો હતો કે દીવાપોળ દરગાહનો છે જે દાવાને કોર્ટે ભ્રામક અને અયોગ્ય ગણાવીને ફગાવી દીધો હતો.
શું છે સમગ્ર મામલો?
મદુરાઈના તિરુપ્પરંકુન્દ્રમમાં મુરુગન મંદિર ટેકરી પર 'કાર્તિકેય દીપમ' ના ખાસ પ્રસંગે 'દીપથૂન' (શાશ્વત દીવો) પ્રગટાવવાની સદીઓથી પરંપરા ચાલી આવી છે. ટેકરીની ટોચ પર પ્રખ્યાત સિકંદર બાદશાહ દરગાહથી માત્ર 15 મીટર દૂર સ્થિત આ દીવા સ્તંભે કાનૂની વિવાદ ઉભો કર્યો છે.
ભગવાન કાર્તિકેય, મુરુગન અને સરવનનને સમર્પિત તિરુપ્પરંકુન્દ્રમ ટેકરી પર સ્થિત અરુલમિગુ સુબ્રમણ્ય સ્વામી મંદિર ભક્તો માટે એક મુખ્ય આકર્ષણ છે. આ પવિત્ર ટેકરી ભગવાન કાર્તિકેય અને દેવસેનના દૈવી લગ્નનું સ્થળ છે. સંગમ સાહિત્ય પણ આ ઐતિહાસિક મંદિરને અત્યંત પ્રાચીન અને પવિત્ર ગણાવે છે.
કારતક મહિના દરમિયાન, આ ટેકરી પર એક વિશાળ દીવો (મહાદીપમ) પ્રગટાવવામાં આવે છે. જે દુષ્ટતા પર સારાના વિજયનું પ્રતીક છે. ઐતિહાસિક રીતે, આ પવિત્ર દીવો ઉચિપ્પિલૈયાર મંદિર નજીક પ્રગટાવવામાં આવતો હતો, પરંતુ તાજેતરમાં, દરગાહ અને ટેકરી પરના મંદિર વચ્ચે સ્થિત દીપથુન (સ્તંભ) પર દીવો પ્રગટાવવાનો વિવાદ ઉભો થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?