મહારાષ્ટ્રમાં TET પેપર લીક થતાં પરીક્ષા મુલતવી
પરીક્ષાના 24 કલાક પહેલાં પ્રશ્નપત્ર લીક થતાં લાખો ઉમેદવારોને મોટો ફટકો, તપાસ શરૂ

AI જનરેટેડ

AI જનરેટેડ
TET paper leak in Maharashtra, exam postponed: મહારાષ્ટ્રમાં શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) યોજાય તે પહેલાં જ પ્રશ્નપત્ર લીક થવાની ઘટના બનતાં રાજ્યભરમાં હડકંપ મચી ગયો છે. પરીક્ષાના લગભગ 24 કલાક પહેલાં પ્રશ્નપત્ર બહાર આવી જતાં મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ (MSCE)એ 28 જૂન, 2026ના રોજ યોજાનારી પરીક્ષા આગામી સૂચના સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાથી લાખો ઉમેદવારોમાં ભારે નિરાશા ફેલાઈ છે.
ભિવંડીમાં દરોડા દરમિયાન મળ્યાં શંકાસ્પદ પ્રશ્નપત્ર
પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે ભિવંડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કેટલાક લોકો પાસેથી મળેલા પ્રશ્નો અંગે પરીક્ષા બોર્ડે ચકાસણી કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મળેલા કેટલાક પ્રશ્નો મૂળ પ્રશ્નપત્ર સાથે મેળ ખાતા હતા. આ પછી ભિવંડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
1,028 કેન્દ્રો પર યોજાવાની હતી પરીક્ષા
મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ દ્વારા TET પરીક્ષા રાજ્યના કુલ 1,028 પરીક્ષા કેન્દ્રો પર યોજવાની તૈયારી કરવામાં આવી હતી. અંદાજે 4.28 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જોકે, પ્રશ્નપત્ર લીકની ઘટના સામે આવતા વિશ્વસનીયતા જાળવવા પરીક્ષા તાત્કાલિક અસરથી મુલતવી રાખવામાં આવી છે.

પારદર્શિતા જાળવવા લેવાયો નિર્ણય
પરીક્ષા બોર્ડે જણાવ્યું છે કે, પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રહે તે તેમની પ્રથમ પ્રાથમિકતા છે. તેથી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પરીક્ષા યોજવામાં આવશે નહીં. નવી પરીક્ષાની તારીખ અને અન્ય તમામ માહિતી મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
પેપર લીક કરનારાઓની શોધખોળ હાથ ધરી
ભિવંડી પોલીસે પેપર લીક પાછળ સંડોવાયેલા લોકોની ઓળખ માટે તપાસનો દોર શરૂ કર્યો છે. જપ્ત કરાયેલા દસ્તાવેજો, મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે ટૂંક સમયમાં વધુ ધરપકડ અને મહત્વના ખુલાસા થઈ શકે છે.
ફરી ઉઠ્યા પરીક્ષા સુરક્ષા પર સવાલ
તાજેતરના વર્ષોમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ બનતાં પરીક્ષા વ્યવસ્થાની સુરક્ષા ફરી ચર્ચામાં આવી છે. NEET બાદ હવે TET પરીક્ષામાં પણ પ્રશ્નપત્ર લીક થતાં પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા અંગે સવાલો ઉભા થયા છે. ઘટનાને લઈને કેટલાક વર્તુળોમાં એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે લીક આંતરિક સહયોગ વિના શક્ય છે કે નહીં. જોકે, આ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થશે.
અગાઉ પણ બન્યો હતો બનાવ
મહારાષ્ટ્રમાં આ પ્રથમ ઘટના નથી. વર્ષ 2025 દરમિયાન પણ કોલ્હાપુર વિસ્તારમાં TET પ્રશ્નપત્ર લીકનો મામલો સામે આવ્યો હતો. હવે ફરી એકવાર પેપર લીક થતાં પરીક્ષા વ્યવસ્થાને વધુ સુરક્ષિત બનાવવા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
NEET ને લગતો વિવાદ હજુ શમ્યો નથી
શિક્ષણ વિભાગે પરીક્ષા મુલતવી રાખવાની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. TET પેપર લીકે ફરી એકવાર શિક્ષણ વિભાગની નબળી કામગીરીનો પર્દાફાશ કર્યો છે ત્યારે NEET પેપર લીકનો મુદ્દો શમ્યો નથી તેવામાં મહારાષ્ટ્રની ઘટનાએ તેમાં આગ લગાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?