ઉત્તર પ્રદેશના બહરાઇચમાં યુવકના મોત બાદ તણાવની સ્થિતિ, CM યોગીએ કહ્યું આરોપીઓને છોડીશું નહીં
ડીજે પર ગીત વગાડવા બાબતે બે સમુદાય સામ સામે

દુર્ગા મૂર્તિ વિસર્જનમાં વિવાદ

દુર્ગા મૂર્તિ વિસર્જનમાં વિવાદ
ઉત્તર પ્રદેશના બહરાઈચમાં દુર્ગા મૂર્તિ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન અરાજકતા બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટીતંત્રએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. રવિવારે સાંજે મૂર્તિ વિસર્જન દરમિયાન ડીજે પર ગીત વગાડવાને બાબતે બે સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો. ગીતના વિરોધમાં, અન્ય સમુદાયના યુવાનોએ ધાબા પરથી નારેબાજી કરી અને પથ્થરમારો કર્યો.
મહસીમાં 13 ઓક્ટોબરે દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ લાશને રસ્તા પર રાખી વિરોધ કર્યો હતો. અંતિમ સંસ્કારને ધ્યાનમાં રાખીને અને શાંતિ જાળવવા માટે ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની ગંભીરતાની નોંધ લીધી હતી. સીએમ યોગી આદિત્યનાથે એક સોશિયલ પોસ્ટમાં લખ્યું છે કે બહરાઈચ જિલ્લાના મહસીમાં વાતાવરણ બગાડનારાઓને બક્ષવામાં આવશે નહીં.તમામને સુરક્ષાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ બદમાશો અને જેમની બેદરકારીના કારણે આ ઘટના બની છે તેમની ઓળખ કરી લેવામાં આવી છે અને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. મૂર્તિ વિસર્જન ચાલુ રહેશે. પ્રશાસન અને પોલીસ અધિકારીઓને સ્થળ પર હાજર રહેવા અને મૂર્તિનું વિસર્જન સમયસર કરાવવા માટે ધાર્મિક સંસ્થાઓ સાથે વાતચીત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
મૃતકના ભાઈ હરિમિલને પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 13 ઓક્ટોબરે તેનો ભાઈ રામ ગોપાલ મૂર્તિ વિસર્જન જોવા મહારાજગંજ ગયો હતો.અબ્દુલ હમીદના ઘર આગળ ચાર અજાણ્યા લોકો બેઠા હતા. તેઓએ ભાઈ રામ ગોપાલને પકડી લીધો, તેને ઘરમાં ઘસડી ગયો અને તલવાર વડે અનેક વાર માર્યા બાદ તેને ગોળી મારી દીધી. આ તેમના મૃત્યુનું કારણ હતું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે 10 લોકો સામે ગુનો નોંધ્યો છે.
આ મામલામાં એસપી વૃંદા શુક્લાએ બેદરકારીના આરોપસર સ્થાનિક પોલીસ સ્ટેશનના એસએચઓ અને આઉટપોસ્ટ ઈન્ચાર્જને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?