NEET પરીક્ષા પહેલાં ટેલિગ્રામને લઈને આવ્યો નિર્ણય
NEET-UG 2026ને લઈને સરકાર સતર્ક ,30 જૂન સુધી એડિટ ફીચર બંધ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Telegram Banned in India Until June 22: NEET-UG 2026ની પરીક્ષા પહેલા આવ્યા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા સરકારે એક મોટું પગલું ભર્યું છે.ટેલિગ્રામ પર અસ્થાયી રુપે પ્રતિંબધ લગાવ્યો છે.NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા ભારતમાં ટેલિગ્રામને અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.NEET-UG 2026 પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે.ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે બ્લોક રહેશે.મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે.NTAએ કહ્યું કે,NEET-UG 2026 પુન પરીક્ષાને સુરક્ષિત અને નિષ્પક્ષ તરીકે કરાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

ચેનલો પર હજારોથી લઈ લાખો રુપિયા સુધી માંગ
NTAના જણાવ્યા મુજબ કેટલીક ગેંગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને કથિત પ્રશ્નપત્રો આપવાના નામે ટેલિગ્રામ ચેનલો દ્વારા છેતરપિંડી કરી રહ્યા હતા. “Paper Leaked NEET”, “Re-NEET 2026” અને “Private Mafia” જેવા નામથી અનેક ચેનલો પર હજારોથી લઈ લાખો રુપિયા સુધી માંગ કરવામાં આવી રહી હતી. એજન્સીએ સ્પષ્ટ કહ્યું કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને પરીક્ષા પહેલા કોઈની પાસે ઉપલબ્ધ નથી.

ટેલિગ્રામ પર કેટલા સમય માટે પ્રતિબંધ?
NTAએ જણાવ્યું કે, કેટલાક કેસમાં ટેલિગ્રામના મેસેજ એડિટ ફીચરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.પરીક્ષા પૂર્ણ થયા બાદ જુના મેસેજમાં સાચું પ્રશ્નપત્ર જોડી દેખાડવામાં આવે છે.આ પગલું સમાન નકલી “પેપર લીક” સામગ્રીના ફેલાવાને રોકવા માટે લેવામાં આવ્યું છે.આ માટે ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
NTAએ સરકારના નિર્ણયનું કર્યું સ્વાગત
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.એજન્સીનું કહેવું છે કે NEET જેવી સંવેદનશીલ અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવી અત્યંત જરૂરી છે.NTAના અધિકારીઓએ જણાવ્યું કે ખોટી માહિતી અને પેપર લીકની અફવાઓને કારણે વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાતો હતો. આવા તત્વો સામે કડક કાર્યવાહી જરૂરી હતી.
અનેક શંકાસ્પદ ટેલિગ્રામ ચેનલો હતી તપાસ હેઠળ
ગત કેટલાક અઠવાડિયાઓ દરમિયાન સોશિયલ મીડિયા પર એવી ઘણી ચેનલો સક્રિય થઈ હતી જે NEETના પ્રશ્નપત્ર વેચવાનો દાવો કરતી હતી.કેટલીક ચેનલો વિદ્યાર્થીઓ પાસેથી હજારો રૂપિયાથી લઈને લાખો રૂપિયાની માંગ પણ કરતી હતી.એક સ્વતંત્ર અભ્યાસમાં એવી માહિતી સામે આવી હતી કે કેટલીક ચેનલો પ્રશ્નપત્રના નામે વિદ્યાર્થીઓને આર્થિક રીતે છેતરતી હતી. આ ચેનલો બેકઅપ ગ્રૂપ અને ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા સતત નવા નામથી સક્રિય થતી હતી.
કેન્દ્ર સરકાર પહેલાથી જ હતી સતર્ક
કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલયે મે મહિનામાં જ Meta, Google અને Telegram જેવી કંપનીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને ખોટી માહિતી અને અફવાઓ ફેલાવતા પ્લેટફોર્મ્સ સામે ઝડપી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી.કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સુરક્ષા એજન્સીઓ અને NTAના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
NEET-UG 2026માં વિદ્યાર્થીઓને અપાઈ કેટલીક નવી સુવિધાઓ
પરીક્ષાનો સમય 15 મિનિટ વધારીને કુલ 195 મિનિટ કરવામાં આવ્યો છે.રફ વર્ક માટે વધુ પેજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.પ્રશ્નપત્રના લેઆઉટમાં સુધારા કરવામાં આવ્યા છે.ઉમેદવારોને વધુ સ્પષ્ટ અને સરળ ફોર્મેટમાં પ્રશ્નપત્ર મળશે.સાયબર છેતરપિંડીના કેસ પણ સામે આવ્યા,તાજેતરમાં NEET ઉમેદવારોના રિફંડના નામે ઓનલાઈન છેતરપિંડીનો પ્રયાસ પણ સામે આવ્યો હતો.અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ અને NTAની મદદથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી વિદ્યાર્થીઓના એકાઉન્ટ હેક કરીને રિફંડની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા સરકારના પ્રયાસો
NEET-UG 2026ને લઈને સર્જાયેલા વિવાદો બાદ સરકાર અને NTA બંને પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. ટેલિગ્રામ પરનો અસ્થાયી પ્રતિબંધ અને એડિટ ફીચર બંધ કરવાનો નિર્ણય પણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.સરકારનું માનવું છે કે ટેક્નોલોજીના દુરુપયોગને રોકીને લાખો વિદ્યાર્થીઓને નિષ્પક્ષ અને પારદર્શક પરીક્ષા ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.
NEET-UG 2026 પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે પેપર લીક અને ઓનલાઈન ગેરરીતિઓ સામે હવે વધુ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ટેલિગ્રામ પરનો અસ્થાયી પ્રતિબંધ અને 30 જૂન સુધી એડિટ ફીચર બંધ રાખવાનો નિર્ણય લાખો વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.સરકાર અને NTA બંનેએ વિદ્યાર્થીઓને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે અન્ય પગલાં પણ લેવામાં આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?