ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીથી કિશોરનું અપહરણ
છોકરી બનીને 10મા ધોરણના વિદ્યાર્થીને જાળમાં ફસાવ્યો

હનીટ્રેપ અપહરણ

હનીટ્રેપ અપહરણ
સોશિયલ મીડિયાના દુરુપયોગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીનો ઉપયોગ કરીને ધોરણ 10 માં ભણતા એક કિશોરનું અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે સતર્કતા દાખવીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર 24 કલાકમાં જ અપહૃત કિશોરને સુરક્ષિત બચાવી લીધો છે અને ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
છોકરી બનીને ફસાવ્યો :
આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક કિશોરીના નામે નકલી પ્રોફાઇલ બનાવી હતી. આ ફેક આઈડી દ્વારા તેઓએ પીડિત છોકરાનો સંપર્ક કર્યો અને તેની સાથે મિત્રતા કેળવી. વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ તેને મળવા માટે કલ્યાણ પૂર્વના નંદિવલી વિસ્તારમાં બોલાવ્યો હતો. કિશોર કેબ કરીને ત્યાં પહોંચ્યો ત્યારે ચાર શખ્સોએ તેને બંધક બનાવી એક રૂમમાં પૂરી દીધો હતો.
₹20 લાખની ખંડણી અને વોઈસ મેસેજ :
અપહરણ કર્યા બાદ આરોપીઓએ કિશોરના પરિવારનો સંપર્ક કર્યો અને તેને મુક્ત કરવાના બદલામાં 20 લાખ રૂપિયાની માગણી કરી હતી. પરિવારને ડરાવવા માટે આરોપીઓએ વોટ્સએપ પર એક વોઈસ મેસેજ પણ મોકલ્યો હતો. કિશોર સાથે સંપર્ક તૂટતા જ પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસની સફળ કામગીરી :
પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી હતી. સૌથી પહેલા તે કેબ ડ્રાઈવરને શોધી કાઢવામાં આવ્યો જેણે કિશોરને લોકેશન પર ઉતાર્યો હતો. તેની પૂછપરછમાં મળેલી વિગતોના આધારે પોલીસે નંદિવલીના એક મકાનમાં દરોડો પાડીને કિશોરને છોડાવ્યો હતો.
આરોપીઓની ધરપકડ :
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પ્રદીપ કુમાર જયસ્વાલ, વિશાલ પાસી, ચંદન મૌર્ય અને સત્યમ યાદવ તરીકે થઈ છે. આ તમામ વિરુદ્ધ અપહરણ અને ખંડણીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ કોર્ટે ચારેય આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ