T20 વર્લ્ડ કપ : ઈડન ગાર્ડન્સની ટિકિટના ભાવ જાહેર
માત્ર ₹100 થી ટિકિટની શરૂઆત, જાણો સેમીફાઈનલ અને ગ્રુપ સ્ટેજ મેચોના લેટેસ્ટ રેટ્સ

T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપ
T20 વર્લ્ડ કપ 2026: કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં માત્ર ₹100માં માણી શકાશે મેચ, જાણો સંપૂર્ણ વિગત :
ભારત અને શ્રીલંકાની યજમાનીમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2026ને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ટુર્નામેન્ટની 10મી સીઝન 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. આ દરમિયાન કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન ખાતે રમાનારી મેચો માટે ટિકિટના દરોની સત્તાવાર જાહેરાત ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા કરવામાં આવી છે.
સૌથી સસ્તી ટિકિટ ₹100 થી શરૂ :
ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે કેટલીક મેચોની ટિકિટ માત્ર 100 રૂપિયામાં ઉપલબ્ધ થશે. બાંગ્લાદેશ વિરુદ્ધ ઈટાલી, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઈટાલી અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈટાલી જેવી ગ્રુપ મેચો માટે અપર બ્લોક્સની ટિકિટની કિંમત ₹100 રાખવામાં આવી છે. જ્યારે આ મેચો માટે પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટ ₹4,000 સુધી રહેશે.
હાઈ-વોલ્ટેજ મેચો માટે અલગ ભાવ :
વેસ્ટ ઈન્ડિઝ vs બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ જેવી મેચોમાં પ્રેક્ષકોની વધુ ભીડ રહેવાની શક્યતાને જોતા તેના ભાવ થોડા વધારે રખાયા છે. આ મેચો માટે ટિકિટનો દર ₹300 થી શરૂ થઈને ₹5,000 સુધી રહેશે.
સેમીફાઈનલ અને સુપર-8 ના ભાવ :
ઈડન ગાર્ડન્સમાં રમાનારી સુપર-8 અને સેમીફાઈનલ મેચો માટે ક્રિકેટ ચાહકોએ વધુ ખિસ્સા હળવા કરવા પડશે. આ મહત્વની મેચો માટે પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટ ₹10,000 છે, જ્યારે સૌથી સસ્તી ટિકિટ (અપર બ્લોક) ₹900માં મળશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં આ મેદાન પર કોઈ મેચ રમવાની નથી, જેના કારણે ભારતની મેચો માટે ₹100 વાળી ટિકિટ ઉપલબ્ધ રહેશે નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ