દિલ્હીમાં દિવાળી પર ગ્રીન ફટાકડાં જ ફોડી શકાશે
પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગ્રીન ફટાકડાંના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપી

ગ્રીન ફટાકડાં જ ફોડી શકાશે

ગ્રીન ફટાકડાં જ ફોડી શકાશે
દિવાળીના તહેવાર પહેલાં સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRમાં ફટાકડાં ફોડવા અંગે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ આદેશ અનુસાર, આ દિવાળીમાં દિલ્હી-NCR વિસ્તારમાં માત્ર ગ્રીન ફટાકડાં જ ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટે ફટાકડાં ફોડવાનો સમય પણ નિશ્ચિત કર્યો છે. દિવાળીના 2 દિવસ પહેલાં અને દિવાળી બાદ 18થી 21 ઓક્ટોબર સુધી માત્ર સવારે 6થી 7 વાગ્યા સુધી અને રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ગ્રીન ફટાકડાં ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.
ફટાકડાંના કારણે લોકોને ગંભીર નુકસાન
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પર્યાવરણની સુરક્ષા અને દિલ્હી-NCR વિસ્તારની વસ્તીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ફટાકડાંના કારણે લોકોને થતા ગંભીર નુકસાનના અહેવાલો અને તહેવારોના અધિકારો વચ્ચે સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ચુકાદો અર્જુન ગોપાલની અરજી દ્વારા ઉઠાવવામાં આવેલી ગંભીર ચિંતાઓ અને ગેરકાયદે ફટાકડાંની તસ્કરીના મામલાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે.
ફક્ત NEERI પ્રમાણિત ગ્રીન ફટાકડાં જ માન્ય
સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે, છેલ્લા 6 વર્ષમાં ગ્રીન ફટાકડાંની ગુણવત્તામાં સુધારો થયો છે. ગત વર્ષે GNCTD એ ફટાકડાં પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો હતો. જોકે, દિલ્હી અને કેન્દ્ર સરકારે પ્રતિબંધ હળવો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પગલે હવે માત્ર NEERI પ્રમાણિત ગ્રીન ફટાકડાંના વેચાણ અને ઉપયોગને જ મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચો: દિવાળીમાં 2 કલાક જ ફટાકડા ફોડવાની મંજૂરી
ગ્રીન ફટાકડાં પર ક્યૂઆર કોડ હોવો અનિવાર્ય
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ ગ્રીન ફટાકડાં પર ક્યૂઆર કોડ હોવો અનિવાર્ય છે અને અન્ય કોઈ પ્રકારના ફટાકડાંનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે. આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, વ્યક્તિઓ અને ઉદ્યોગના અધિકારો વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે, તેથી આ દિવાળી પર માત્ર સલામત અને પર્યાવરણને અનુકૂળ ગ્રીન ફટાકડાંનો જ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
પોલીસને કડક પેટ્રોલિંગનો આદેશ
ચુકાદાના અમલ માટે પોલીસ અધિકારીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓને પેટ્રોલિંગ ટીમો બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી એ ખાતરી કરી શકાય કે, બજારમાં માત્ર પ્રમાણિત ગ્રીન ફટાકડાં જ વેચાય અને ઉપયોગમાં લેવાય. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને તાત્કાલિક નોટિસ આપવામાં આવશે. જણાવી દઈએ કે, હરિયાણાના 22 જિલ્લાઓમાંથી 14 જિલ્લાઓ દિલ્હી NCR વિસ્તારમાં આવે છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન દ્વારા પણ આ પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...