દિવાળીમાં 2 કલાક જ ફટાકડા ફોડવાની મંજૂરી
ગુજરાતમાં આ દિવાળીએ માત્ર રાત્રે 8 થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી

ફટાકડા ફોડવાની મંજૂરી

ફટાકડા ફોડવાની મંજૂરી
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને જાહેરમાં ફટાકડા ફોડવા અંગેની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ સૂચનાઓ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને ધ્વનિ અને વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવાના મુખ્ય હેતુથી બનાવવામાં આવી છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે. ગૃહ વિભાગે આપેલી સૂચના મુજબ, દિવાળી દરમિયાન ફટાકડા માત્ર રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીના નિશ્ચિત 2 કલાકના સમયગાળામાં જ ફોડી શકાશે.
રાત્રે 11:55 વાગ્યાથી 12:30 સુધીનો ફટાકડા ફોડવાનો સમય
જોકે, નવા વર્ષની ઉજવણી માટે ફટાકડા ફોડવાનો સમય રાત્રે 11:55 વાગ્યાથી 12:30 વાગ્યા સુધીનો રહેશે. આ સમય સિવાય ફટાકડા ફોડતાં પકડાશે તો પોલીસ ગુનો નોંધીને ધરપકડ કરી શકે છે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, આ નિયત સમયગાળામાં ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ઓછું ફેલાય છે અને જાનમાલનું નુકસાન કે હાનિ થતી નથી.
આ પણ વાંચો: ફટાકડા NOC: છેલ્લી ઘડીએ સત્તા ફરી ફાયર વિભાગને!
ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ
ગૃહ વિભાગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન ક્રેકર્સના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે. જ્યારે વધુ ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા ફટાકડા, ચાઈનીઝ ફટાકડા અને વિદેશી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, ઘરઘાઘર, નર્સિંગ હોમ, કોર્ટ, ધાર્મિક સ્થળ તેમજ પ્રતિબંધિત સ્થળના 100 મીટરના વિસ્તારમાં પણ ફટાકડા ફોડી શકાશે નહિ.
ગ્રાહકો માત્ર સ્ટોર્સ પરથી જ ફટાકડાની ખરીદી
ફટાકડાના વેચાણ અંગે પણ કડક નિયમો જાહેર કરાયા છે. તમામ ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકો માત્ર પ્રત્યક્ષ રીતે સ્ટોર્સ પરથી જ ફટાકડાની ખરીદી કરી શકશે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય ગ્રીન ક્રેકર્સનું જ વેચાણ કરવાનું રહેશે.
પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણ અંગે જાગૃકતા
હંગામી કે કાચા શેડમાં, મંડપ બનાવીને કે રોડ પર ફટાકડાનું વેચાણ કરી શકાશે નહિ. ગુજરાત સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાના પ્રતિબંધાત્મક આદેશો સત્વરે બહાર પાડીને આ ફટાકડા ફોડવા અંગેની સૂચનાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. દિવાળી 2025 પર્યાવરણ અને ધ્વનિ પ્રદૂષણનું ધ્યાન રાખીને ઉજવાય તે માટે સરકારે આ પગલું ભર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!