પેટ્રોલ પંપ પર UPI પેમેન્ટ બંધ થશે? ₹2,000થી વધુના વ્યવહારને લઈને મોટો વિવાદ
મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...

પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુ UPI પેમેન્ટ અંગે MDR વિવાદ (AI જનરેટેડ)

પેટ્રોલ પંપ પર ₹2,000થી વધુ UPI પેમેન્ટ અંગે MDR વિવાદ (AI જનરેટેડ)
Petrol Pump UPI Payment Ban Over RS 2000: પેટ્રોલ અને ડીઝલ ભરાવતા વાહનચાલકો માટે UPI Paymentને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના ચોક્કસ UPI Person-to-Merchant (P2M) વ્યવહારો પર Merchant Discount Rate (MDR) લાગુ થવાના નિર્ણય બાદ પેટ્રોલ પંપ ડીલરોમાં વિરોધ શરૂ થયો છે. ખાસ કરીને Fuel Category માટે ₹2,000થી વધુના UPI વ્યવહાર પર ફ્લેટ ₹5 MDRનો પ્રસ્તાવ છે. આ નિર્ણય સામે મધ્યપ્રદેશના પેટ્રોલ પંપ ડીલરોએ મોટું પગલું ભરવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય સિંહે જણાવ્યું છે કે જો MDR પાછો ખેંચવામાં નહીં આવે તો 16 ઓક્ટોબર 2026થી રાજ્યના પેટ્રોલ પંપો પર ₹2,000થી વધુના પેટ્રોલ અને ડીઝલ બિલ માટે UPI Payment સ્વીકારવામાં નહીં આવે. આ નિર્ણયથી મધ્યપ્રદેશના આશરે 4,700 પેટ્રોલ પંપ અસરગ્રસ્ત થઈ શકે છે.
₹2,000 સુધીના UPI પેમેન્ટમાં શું થશે?
હાલના નવા MDR માળખા મુજબ ₹2,000 સુધીના UPI વ્યવહારો સામાન્ય રીતે આ ચાર્જના દાયરામાં આવતા નથી. નવો MDR મુખ્યત્વે ₹2,000થી વધુના ચોક્કસ merchant transactions માટે છે. મહત્વની વાત એ છે કે આ MDR ગ્રાહકના UPI ખાતામાંથી સીધો વસૂલવાનો ચાર્જ નથી. સરકાર અને સંબંધિત સંસ્થાઓએ વેપારીઓ પર લાગતા MDRનો ખર્ચ ગ્રાહકો પર ન નાખવાની વ્યવસ્થા અંગે પણ સ્પષ્ટતા કરી છે. જો પેટ્રોલ પંપ ડીલરો ઊંચી રકમના UPI Payment સ્વીકારવાનું બંધ કરે છે, તો ₹2,000થી વધુના પેટ્રોલ અથવા ડીઝલ બિલ માટે ગ્રાહકોને Cash અથવા પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ અન્ય Payment Methodનો ઉપયોગ કરવો પડી શકે છે.
પેટ્રોલ પંપ ડીલરો MDRનો વિરોધ કેમ કરી રહ્યા છે?
પેટ્રોલ પંપ ડીલરોનું કહેવું છે કે ઈંધણના વેચાણમાં તેમનું માર્જિન મર્યાદિત હોય છે. તેથી દરેક ₹2,000થી વધુના UPI Transaction પર MDRનો વધારાનો ખર્ચ તેમની આવકને અસર કરી શકે છે. મધ્યપ્રદેશના ડીલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ એક પેટ્રોલ પંપ પર દર મહિને આ વધારાનો ખર્ચ લગભગ ₹17,700 સુધી પહોંચી શકે છે. ડીલરોની દલીલ છે કે તેઓ ગ્રાહકો પાસેથી આ ખર્ચ પોતાની રીતે વસૂલ કરી શકતા નથી. તેથી પેટ્રોલ અને ડીઝલના વ્યવહારોને MDRમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
મુંબઈના પેટ્રોલ પંપ ડીલરો પણ મેદાનમાં
મધ્યપ્રદેશ ઉપરાંત મુંબઈના પેટ્રોલ પંપ ઓપરેટરો દ્વારા પણ નવા UPI MDRનો વિરોધ કરવામાં આવ્યો છે. મુંબઈ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને કેન્દ્ર સરકાર અને RBI સમક્ષ પેટ્રોલ પંપોને MDRમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. સંગઠને ચેતવણી આપી છે કે માંગ પર નિર્ણય નહીં આવે તો 15 ઓક્ટોબરથી UPI Payment સ્વીકારવા અંગે પગલું લેવામાં આવી શકે છે.
UPI MDRનો નવો નિયમ શું છે?
નવા માળખા હેઠળ ₹2,000થી વધુના પાત્ર UPI P2M વ્યવહારો પર સામાન્ય રીતે 0.4 ટકા MDR લાગુ થવાનો છે, જ્યારે Fuel સહિત કેટલીક કેટેગરી માટે ફ્લેટ ₹5 MDRની જોગવાઈ છે. ₹75,000થી વધુના વ્યવહારો માટે સામાન્ય MDRની મહત્તમ મર્યાદા ₹300 રાખવામાં આવી છે. આ નિયમ 15 ઓક્ટોબર 2026થી લાગુ થવાનો છે. અહીં એ સમજવું જરૂરી છે કે MDRનો અર્થ ગ્રાહક પાસેથી સીધો UPI Charge વસૂલવો નથી. આ Merchant Payment સાથે જોડાયેલો ચાર્જ છે અને તેનો મુખ્ય નાણાકીય બોજ વેપારી પક્ષ પર આવે છે.
ગ્રાહકો માટે શું બદલાઈ શકે?
જો પેટ્રોલ પંપ ડીલરોની ચેતવણી અમલમાં આવે છે, તો ₹2,000થી વધુના ઈંધણ બિલ માટે કેટલાક સ્થળોએ UPIને બદલે Cash અથવા અન્ય ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરવો પડી શકે છે. જોકે હાલમાં આ ફેરફાર દેશના તમામ પેટ્રોલ પંપ પર લાગુ થયો નથી. મધ્યપ્રદેશ અને મુંબઈના ડીલરો દ્વારા આપવામાં આવેલી ચેતવણી અને માંગ અંગે અંતિમ સ્થિતિ આગામી સરકારી નિર્ણય પર નિર્ભર રહેશે. UPI MDRનો આ મુદ્દો હવે માત્ર પેટ્રોલ પંપ સુધી મર્યાદિત રહ્યો નથી. તે વેપારીઓના ખર્ચ, ડિજિટલ પેમેન્ટના ભવિષ્ય અને ભારતમાં કેશલેસ વ્યવસ્થાના વિસ્તરણ સાથે પણ જોડાયેલો છે. આગામી દિવસોમાં સરકાર, RBI, NPCI અને પેટ્રોલ પંપ ડીલરો વચ્ચેની ચર્ચા બાદ ગ્રાહકો માટે સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

તળાવમાં નહાવા ગઈ હતી 3 માસૂમ બાળકી, કલાકો બાદ સામે આવ્યું એવું ભયાનક સત્ય કે ગામમાં છવાયો શોક