પ્રયાગરાજમાં મહાકુંભને લઈ રાજ્ય સરકારે એસટી બસ સેવાનો વ્યાપ વધાર્યો
4 ફેબ્રુઆરીથી ચાર શહેરોમાં વધુ 5 વોલ્વો બસ શરૂ કરવાનો નિર્ણય

પ્રયાગરાજમાં મહાકુંભને લઈ રાજ્ય સરકારે એસટી બસ સેવાનો વ્યાપ વધાર્યો

પ્રયાગરાજમાં મહાકુંભને લઈ રાજ્ય સરકારે એસટી બસ સેવાનો વ્યાપ વધાર્યો
ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વાહન વ્યવહાર વિભાગે વધુ 5 બસો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી રાજ્ય સરકારે કરેલા ઉપરોક્ત નિર્ણય અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે, ચાર શહેરોમાં 4 ફેબ્રુઆરી 2025થી વધુ 5 બસો શરૂ કરવામાં આવશે. અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે. સુરત અને રાજકોટ ખાતેથી શરૂ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે મધ્યપ્રદેશના બારણમાં રહેવાની વ્યવસ્થા કરવામા આવશે. જ્યારે અમદાવાદ અને વડોદરાથી શરૂ થનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રે મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે.
નવી શરૂ થનાર તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકોએ પોતાની રીતે કરવાની રહેશે. વાહન વ્યવહાર વિભાગે પ્રતિ વ્યક્તિ પેકેજ પણ જાહેર કરી દીધુ છે. અમદાવાદથી રૂપિયા 7800, સુરતથી રૂપિયા 8300, વડોદરાથી રૂપિયા 8200 અને રાજકોટથી રૂપિયા 8800નું પેકેજ નક્કી કરવામાં આવ્યુ છે. નવી બસોનું ઓનલાઇન બુકિંગ 2 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઈટ gsrtc.in પરથી કરી શકાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ