શ્રીનગર વિસ્ફોટ: આતંકી હુમલો નહીં, FSL દુર્ઘટના
ડીજીપીનો મોટો ખુલાસો: નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત, 9ના મોત

શ્રીનગર નૌગામ વિસ્ફોટ અકસ્માત

શ્રીનગર નૌગામ વિસ્ફોટ અકસ્માત
જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભીષણ વિસ્ફોટ અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ વિસ્ફોટ કોઈ આતંકવાદી ષડયંત્ર કે હુમલો નહોતો, પરંતુ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ દ્વારા જપ્ત કરાયેલા વિસ્ફોટકોના સેમ્પલ લેવાની પ્રક્રિયા દરમિયાન થયેલો એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો.
ડીજીપીએ કરી આતંકી હુમલાની શક્યતા નકાર :
ડીજીપી પ્રભાતે જણાવ્યું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઘટનામાં કોઈપણ પ્રકારના આતંકવાદી એંગલ કે બહારના હસ્તક્ષેપની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે, જેનાથી આતંકવાદી ષડયંત્રની અટકળો પર વિરામ મુકાયો છે.
દુર્ઘટના કેવી રીતે બની?
ડીજીપીએ આપેલી માહિતી મુજબ, દિલ્હી બ્લાસ્ટના સંદર્ભમાં હરિયાણાના ફરીદાબાદથી જપ્ત કરવામાં આવેલી વિસ્ફોટક સામગ્રીને તપાસ માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. આ વિસ્ફોટકોના સેમ્પલિંગની પ્રક્રિયા છેલ્લા બે દિવસથી ચાલી રહી હતી. શુક્રવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે, જ્યારે FSLની ટીમ સેમ્પલ લઈ રહી હતી, ત્યારે અચાનક આકસ્મિક વિસ્ફોટ થયો હતો.
9 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા :
આ દુર્ઘટનામાં કેસના તપાસ અધિકારી એસઆઈ ઈસરાર સહિત 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં પોલીસકર્મીઓ, FSL ટીમના સભ્યો, બે ફોટોગ્રાફર અને બે મહેસૂલ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 32 લોકો ઘાયલ થયા છે. ડીજીપીએ ઉમેર્યું કે કાટમાળ હટાવવાનું કામ હજુ ચાલુ હોવાથી મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. હવે આ તપાસ પ્રક્રિયામાં થયેલી ચૂક પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ