કુંભ મેળામાં શંકરાચાર્ય અને પોલીસ સામસામે
પાલખી લઈ જવા બાબતે પોલીસ અને શિષ્યો વચ્ચે ઉગ્ર ધક્કામુક્કી; શંકરાચાર્યના છત્રને નુકસાન

શંકરાચાર્યના રથનું કરાયુ અપહરણ

શંકરાચાર્યના રથનું કરાયુ અપહરણ
પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ મેળા દરમિયાન શ્રદ્ધા અને કાયદો-વ્યવસ્થા વચ્ચેના ઘર્ષણની એક અત્યંત દુઃખદ અને સનસનીખેજ ઘટના સામે આવી છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને પોલીસ પ્રશાસન વચ્ચે થયેલી ધક્કામુક્કીએ શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જગાવ્યો છે. ભીડને નિયંત્રિત કરવાના પ્રયાસમાં બનેલી આ ઘટનામાં શંકરાચાર્યની પાલખીને નુકસાન થયું હતું અને પરંપરાગત શાહી સ્નાનમાં પણ વિઘ્ન પડ્યું હતું.
રવિવાર, ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કુંભ મેળામાં પવિત્ર સ્નાનનો પર્વ હતો. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પોતાના હજારો શિષ્યો અને ભક્તો સાથે રથ પર સવાર થઈને સંગમ તટ પર સ્નાન માટે જઈ રહ્યા હતા. મેળામાં લાખોની જનમેદની ઉમટી હોવાથી પોલીસે સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે કડક નાકાબંધી કરી હતી.
જ્યારે શંકરાચાર્યનો રથ સંગમ તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારીઓએ ભીડની ગંભીરતાને જોતા રથને અટકાવ્યો હતો. પોલીસે વિનંતી કરી હતી કે આગળ રસ્તો અત્યંત સાંકડો છે અને ભીડ વધુ હોવાથી રથ લઈ જવો જોખમી સાબિત થઈ શકે છે, તેથી શંકરાચાર્ય રથમાંથી ઉતરીને પગપાળા સંગમ સુધી જાય. જોકે, શંકરાચાર્યના શિષ્યોએ આ વાતનો વિરોધ કર્યો અને પરંપરા મુજબ રથ કે પાલખીમાં જ જવાની જીદ પકડી હતી.
હાથ જોડીને વિનંતી કરી છતાં ન માન્યા શિષ્યોઘટનાસ્થળે હાજર રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થિતિ વણસે નહીં તે માટે શંકરાચાર્યના શિષ્યો સામે હાથ જોડ્યા હતા અને વારંવાર સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ શિષ્યો અને સમર્થકોમાં રોષ વ્યાપી ગયો હતો. તેઓએ પોલીસના બેરિકેડ્સ હટાવીને રથને બળજબરીથી આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ દલીલબાજીએ જોતજોતામાં હિંસક વળાંક લીધો અને પોલીસ તથા શિષ્યો વચ્ચે ઉગ્ર ધક્કામુક્કી શરૂ થઈ ગઈ.
ધક્કામુક્કીમાં પાલખીને નુકસાન અને અટકાયતસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. ધક્કામુક્કી દરમિયાન શંકરાચાર્યની પાલખી પર લગાવેલું પવિત્ર 'છત્ર' તૂટી ગયું હતું, જે જોઈને ભક્તોમાં ભારે આઘાત ફેલાયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શંકરાચાર્યના મુખ્ય સમર્થકો અને શિષ્યોની કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારબાદ, પોલીસ જવાનોએ જાતે જ શંકરાચાર્યની પાલખીને ખેંચીને ભીડથી દૂર એટલે કે સંગમથી આશરે ૧ કિમી પાછળ લઈ ગયા હતા.
શંકરાચાર્યનું સ્નાન અધૂરું રહ્યુંઆ સમગ્ર હોબાળા અને પોલીસ સાથેના ઘર્ષણને કારણે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અત્યંત વ્યથિત થયા હતા. વિવાદ અને સુરક્ષાના કારણોસર તેઓ નિર્ધારિત મુહૂર્ત પર પવિત્ર સંગમ સ્નાન કરી શક્યા ન હતા. શંકરાચાર્યના છાવણી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસે સનાતન પરંપરાનું અપમાન કર્યું છે અને જાણીજોઈને શંકરાચાર્યને સ્નાન કરતા અટકાવ્યા છે.
બીજી તરફ, મેળા વહીવટીતંત્રએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, કુંભ જેવા વિશાળ આયોજનમાં કોઈ અકસ્માત કે નાસભાગ (Stampede) ન થાય તે જોવાની તેમની પ્રાથમિક જવાબદારી છે. ભીડનું દબાણ એટલું હતું કે જો રથને આગળ જવા દેવામાં આવ્યો હોત તો જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી. હાલ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેનાથી શ્રદ્ધાળુઓમાં મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ