સ્ટાઈલ સાથે સેફ્ટી: મહિલાઓ માટે ખાસ ISI હેલ્મેટ
ભારતીય મહિલાઓ માટે ખાસ ડિઝાઈન કરેલા સ્ટાઈલિશ હેલ્મેટ, જેમિમાના જોડાણથી બ્રાન્ડને બૂસ્ટ..

સ્ટાઈલ સાથે સેફ્ટી: મહિલાઓ માટે ખાસ ISI હેલ્મેટ

સ્ટાઈલ સાથે સેફ્ટી: મહિલાઓ માટે ખાસ ISI હેલ્મેટ
ભારતમાં અત્યાર સુધી હેલ્મેટ માર્કેટ મોટાભાગે પુરુષોને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવતું હતું, પરંતુ 'TVARRA' બ્રાન્ડે આ પરંપરા તોડી છે. TVARRAએ ભારતની પ્રથમ હેલ્મેટ બ્રાન્ડ છે જે માત્ર અને માત્ર મહિલાઓ માટે ઓપન-ફેસ હેલ્મેટ બનાવે છે. ભારતીય મહિલાઓના માથાની સરેરાશ સાઈઝ (560mm અને 570mm)ને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આ હેલ્મેટ્સ હળવા વજનના અને એકદમ સ્ટાઈલિશ છે.
ટેકનોલોજી અને ડિઝાઈનનો સમન્વય:
કંપનીએ Flora, Lilt અને Silver Blossom જેવા નામ સાથે આકર્ષક મોડલ્સ લોન્ચ કર્યા છે. આ હેલ્મેટ્સની સૌથી મોટી ખાસિયત તેમાં આપેલી 'ઇયરરિંગ નોત્ચ' (Earring Notch) છે, જે મહિલાઓને કાનમાં બુટ્ટી પહેરી હોવા છતાં આરામદાયક ફિટિંગ આપે છે. આ ઉપરાંત, એન્ટી-ઓડર ઇનર લાઈનિંગ અને ISI સર્ટિફિકેશન સુરક્ષાની સાથે હાઈજીનનું પણ ધ્યાન રાખે છે. કોરલ પિંક, મેરીન બ્લુ અને પેરલ વ્હાઈટ જેવા પ્રીમિયમ કલર્સમાં ઉપલબ્ધ આ હેલ્મેટ Nykaa અને Flipkart જેવા પ્લેટફોર્મ પર ₹2,650 થી ₹2,950 માં મળી રહ્યા છે.
જેમિમા રોડ્રિગીસનું રોકાણ અને સફળતા:
ભારતીય મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગીસે તાજેતરમાં આ બ્રાન્ડમાં રોકાણ કરીને તેને એક નવી ઊંચાઈ આપી છે. જેમિમાના જોડાણ બાદ બ્રાન્ડની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવ્યો છે અને કંપનીના વેચાણમાં 30% નો વધારો નોંધાયો છે. સોશિયલ મીડિયા પર જેમિમાની પ્રમોશનલ રીલ્સથી યુવા મહિલા રાઈડર્સમાં હેલ્મેટ પહેરવા પ્રત્યેનો ઉત્સાહ વધ્યો છે. બ્રાન્ડે તાજેતરમાં ‘Bronze Glow’ જેવો નવો કલર પણ લોન્ચ કર્યો છે જે માર્કેટમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.
AR ટ્રાય-ઓન અને વિન્ટર કલેક્શન:
TVARRA માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત રહેવા માંગતી નથી. આગામી સમયમાં કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત 'AR વર્ચ્યુઅલ ટ્રાય-ઓન' સુવિધા લાવવાની તૈયારીમાં છે, જેથી મહિલાઓ ઘરે બેઠા જોઈ શકશે કે કયું હેલ્મેટ તેમના પર સૂટ થાય છે. આ ઉપરાંત, શિયાળા માટે ખાસ વિન્ટર-સ્પેશિફિક હેલ્મેટ્સ પણ પાઈપલાઈનમાં છે. TVARRA એ સાબિત કર્યું છે કે સેફ્ટી ક્યારેય બોરિંગ હોતી નથી, તે સ્ટાઈલિશ પણ હોઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ